Delhi

ટેસ્ટ ક્રિકેટમાં જાે રૂટના ૧૦,૦૦૦ રન

નવીદિલ્હી
પ્રવાસી ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટના રવિવારે ચોથા દિવસે ઇંગ્લેન્ડ માટે શાનદાર સદી ફટકારીને ટીમને વિજય અપાવનારા જાે રૂટે તેની કારકિર્દીના ૧૦,૦૦૦ રન પૂરા કર્યા હતા. આ સાથે તેણે ૩૧ વર્ષ અને ૧૫૭ દિવસની વયે આ સિદ્ધિ હાંસલ કરીને પોતાના જ દેશના એલિસ્ટર કૂકના વિક્રમની બરાબરી કરી હતી. એલિસ્ટર કૂકે પણ ૩૧ વર્ષ અને ૧૫૭ દિવસની વયે આ સિદ્ધિ હાંસલ કરી હતી. જાે રૂટ આ સાથે ટેસ્ટ ક્રિકેટ કારકિર્દીમાં દસ હજાર રન કરનારો વિશ્વનો ૧૪મો ક્રિકેટર બન્યો છે. આ યાદીમાં ભારતનો સચિન તેંડુલકર મોખરે છે.

Sport-test-cricket-joe-root-scored-10000-runs-at-a-young-age.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *