નવીદિલ્હી
ભારતમાં ઠઈ સ્ટ્રેનનો પ્રથમ કેસ ગુજરાતમાં મળ્યો છે. આ પહેલાં મુંબઈમાં એક મહિલા આ વેરિએન્ટથી પીડિત હોવાની વાત કહેવામાં આવી હતી પરંતુ તે દાવાને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે નકારી દીધો હતો. શું ઓમિક્રોનની સાથે રશિયન વેક્સીન સ્પુતનિક કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઠઈ પર અસરકારક છે? રશિયાની કંપનીએ તેને લઈને મોટો દાવો કર્યો છે. કંપનીનું કહેવું છે કે તેની સ્પુતનિક લાઈટ, સ્પુતનિક-ફ અને નોઝલ વેક્લીન કોરોનાના તમામ લેટેસ્ટ વેરિએન્ટ પર અસરકારક જાેવા મળી છે. કોરોના વાયરસના ઠઈ વેરિએન્ટને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે વેક્સીનેશન પર દેશની રાષ્ટ્રીય ટેકનિકલ સલાહકાર સમૂહના પ્રમુખ ડો. એનકે અરોડાએ રાહત ભરી વાત કહી છે. ડોક્ટર અરોડાએ કહ્યુ કે, કોવિડના આ વેરિએન્ટથી લોકોએ ડરવાની જરૂર નથી. ડો. એનકે અરોડા પ્રમાણે કોવિડ-૧૯ના ઓમિક્રોન વેરિએન્ટ, આ વેરિએન્ટ વાયરસના ઘણા અન્ય નવા વેરિએન્ટ પેદા કરી રહ્યો છે. તેમાં એક્સ સિરીઝના વેરિએન્ટ પણ સામેલ છે, જેમ યૂકેથી નિકળેલો ઠઈ સ્ટ્રેન. પરંતુ તેમાંથી કોઈ ગંભીર સંકટ પેદા કરનારો નથી. આવા વેરિએન્ટ આગળ પણ આવતા રહેશે. ડોક્ટર અરોડાએ કહ્યુ કે, હજુ ડરવા જેવી કોઈ વાત નથી. હાલ આંકડા મળી રહ્યાં છે, તે પ્રમાણે ભારતમાં આ વેરિએન્ટ ઝડપથી ફેલાય રહ્યો નથી. ડબ્લ્યૂએચઓએ ઠઈ વેરિએન્ટને ઓમિક્રોન વેરિએન્ટ મ્છ.૧ અને મ્છ.૨ સ્ટ્રેનથી નિકળેલો ગણાવ્યો છે. ડબ્લ્યૂએચઓ પ્રમાણે કોરોના વાયરસનો નવો ઠઈ સ્ટ્રેન, ઓમિક્રોનથી ૧૦ ટકા વધુ સંક્રામક છે.
