નવીદિલ્હી
ભારત સરકાર દ્વારા કેટલીક નવી નિમણૂંકો અને કેટલીક બદલીઓની સૂચના જાહેર કરવામાં આવી છે. સરકારે ભારતીય કોસ્ટ ગાર્ડના એડિશનલ ડીજી, એડિશનલ ડાયરેક્ટર જનરલ એસ પરમેશને વિશાખાપટ્ટનમમાં ફોર્સના ઈસ્ટર્ન સીબોર્ડ હેડક્વાર્ટરના નવા કમાન્ડર તરીકે નિયુક્ત કર્યા છે. આ પહેલા તે મુંબઈમાં ફોર્સના પશ્ચિમ સેક્ટરની કમાન્ડિંગ કરી રહ્યા હતા. આ રીતે તેમનું પ્રમોશન થયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુલામ અલીને જમ્મુ-કાશ્મીરથી રાજ્યસભામાં નિયુક્ત કર્યા છે. ગૃહ મંત્રાલયે એક સૂચનામાં આ માહિતી આપી છે. સૂચના અનુસાર, જમ્મુ-કાશ્મીરના ગુર્જર મુસ્લિમ સમુદાયના ગુલામ અલીને રાજ્યસભા માટે નામાંકિત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ અંગેની સૂચના જાહેર કરવામાં આવી છે.


