નવીદિલ્હી
જયારે કોઈ સરકારી કામ હોય કે બિન-સરકારી કામ, આ માટે ઘણા પ્રકારના દસ્તાવેજાેની જરૂર પડે છે. જેમ કે કહી શકાય કે ડ્રાઈવિંગ લાઈસન્સ, પાનકાર્ડ, બેંકિંગ જેવા આઈડેન્ટિફિકેશન માટે આપણી જાણકારીની જરૂર પડે છે. પરંતુ એક એવો દસ્તાવેજ જે ન હોવાથી કે પછી ગુમ થઈ જવાથી આપણને ઘણાં પ્રકારની પરેશાની થઈ શકે છે. જે આપણો આધાર કહેવાય છે એટલે તેનું નામ પણ આધાર કાર્ડ છે. આધાર કાર્ડનું પૂરું નામ પ્રમાણે જાેઈએ તો યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા છે અને આ દસ્તાવેજ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ભારતના દરેક નાગરિક માટે જારી કરવામાં આવે છે, જેમાં ૧૨ આંકડાનો એક યુનિક આઈડેન્ટિફિકેશન હોય છે. પરંતુ જેમ-જેમ આધારકાર્ડની જરૂર વધે છે. ત્યારે આધારકાર્ડનો ખોટો ઉપયોગ થવાની પણ શક્યતા ઘણી વધી જાય છે. અને આવી સ્થિતિમાં જાે તમે પણ જાણવા માગો છો કે તમારું આધાર કાર્ડ ક્યાં ક્યાં વપરાયું છે, તો તમે તેની હિસ્ટ્રી જાણી શકો છો. આધાર કાર્ડની હિસ્ટ્રી ચેક કરવા માટે પહેલા તમારે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઇટ ેૈઙ્ઘટ્ઠૈ.ર્ખ્તદૃ.ૈહ પર જવું પડશે. વેબસાઈટ પર ગયા પછી, તમને ‘માય આધાર’નો વિકલ્પ દેખાશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કર્યા પછી, તમને ‘આધાર ઔથેન્તિકેશન હિસ્ટ્રી’ (‘આધાર પ્રમાણીકરણ ઇતિહાસ’)નો વિકલ્પ દેખાશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે તમારો ૧૨ અંકનો આધાર નંબર દાખલ કરવો પડશે, ત્યારબાદ સ્ક્રીન પર આપવામાં આવેલ કેપ્ચા કોડ પણ ભરવાનો રહેશે. હવે વન ટાઈમ પાસવર્ડ (ઓ.ટી.પી) વેરિફિકેશન ઓપ્શન પર ક્લિક કરો. હવે તમને તે મોબાઈલ નંબર પર વન ટાઈમ પાસવર્ડ એટલે કે (ઓ.ટી.પી) મળશે, જે તમારા આધાર કાર્ડ સાથે લિંક છે. આ (ઓ.ટી.પી) પણ અહીં દાખલ કરી દો. ત્ત્યારબાદ અંતે તમારી સામે એક ટેબ ખુલશે. અહીં તમારે તે તારીખ દાખલ કરવાની રહેશે કે જેની તમે હિસ્ટ્રી જાેવા માંગો છો અને પછી તમને ખબર પડશે કે તમારું આધાર કાર્ડ ક્યાં વપરાયું છે. તમે આ રેકોર્ડ ડાઉનલોડ પણ કરી શકો છો.
