Delhi

દિલ્હી મેટ્રોના કર્મચારીએ ૧૬ કલાકમાં ૨૫૪ સ્ટેશનો કવર કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

નવીદિલ્હી
દિલ્લી મેટ્રોના કર્મચારી પ્રફુલ સિંહે માત્ર ૧૬ કલાકમાં ૩૪૮ કિલોમીટર કાપીને ૨૫૪ સ્ટેશનો કવર કર્યા છે. પ્રફુલે આ યાત્રે ૨૯ ઓગષ્ટ ૨૦૨૧ના દિવસે શરૂ કરી હતી. દિલ્લી મેટ્રોએ દાવો કર્યો છે કે ડીએમઆરસીના એક કર્મચારીએ દરેક મેટ્રો સ્ટેશનો પર સૌથી ઝડપથી યાત્રા કરવાનો ગિનીઝ બુક ઓફ વર્લ્‌ડ રેકોર્ડ બાનાવ્યો છે. પોતાના સોશિયલ મીડિયા હોન્ડલ પર પોસ્ટમાં, દિલ્લી મેટ્રોએ એક મેટ્રો સ્ટેશનના પ્લેટફોર્મ પર ઉભા રહેવા દરમિયાન કર્મચારીનો એક ફોટો શેર કર્યો. જેમાં રેકોર્ડ બનાવવામાં આવ્યો તોનો પત્ર તેના હાથમાં હતો. ગિનીઝ વર્લ્‌ડ રેકોર્ડસની વેબસાઈટે પ્રફુલ સિંહની પોસ્ટ શેર કરી જે અંગે પ્રફુલે જણાવ્યું કે, ‘ હું લાંબા સમયથી દિલ્લી મેટ્રોનો ઉપયોગ કરી રહ્યો છું. જે કારણથી મને દરેક લાઈનો વિશેની જાણકારી છે. મારો પ્લાન હતો કે મારે કયા સ્ટેશન અને લઈનથી શરૂ કરવાનું છે પૂર્ણ કરવાનું છે જેથી સમયથી પહેલા હું પોતાનો રેકોર્ડ પૂર્ણ કરી શકું.

Guiness-Book-of-world-Records.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *