Delhi

દિલ્હી સરકાર નફામાં ચાલી રહી છે ઃ કેજરીવાલ

નવીદિલ્હી
કેગના અહેવાલને ટાંકીને દિલ્હી સરકાર નફામાં ચાલી રહી હોવાનું જણાવતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે કહ્યુ હતુ કે આ સંખ્યા તેની પ્રામાણિકતાનો સૌથી મોટો પુરાવો છે. તેમણે કહ્યુ કે આપ સરકારની પ્રામાણિકતાએ વિરોધીઓની ઊંઘ હરામ કરી દીધી છે. મંગળવારે વિધાનસભામાં રજૂ કરાયેલા કૉમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ હતુ કે દિલ્હી સરકાર પાસે ૨૦૧૫-૧૬થી ૨૦૧૯-૨૦ સુધી રેવન્યુ સરપ્લસ છે. જાે કે, તેમણે ઉલ્લેખ કર્યો છે કે દિલ્હી સરકાર મોટાભાગે મહેસૂલ સરપ્લસ જાળવી રાખવામાં સક્ષમ હતી કારણ કે તેના કર્મચારીઓની પેન્શન જવાબદારીઓ કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવી રહી હતી અને દિલ્હી પોલીસનો ખર્ચ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. સીએમ અરવિંદે કેજરીવાલે હિન્દીમાં ટિ્‌વટ કરીને કહ્યુ કે, ‘આ ઝ્રછય્નો રિપોર્ટ છે. તે કહે છે કે છછઁ સત્તામાં આવી ત્યારથી દિલ્હી સરકાર નફામાં ચાલી રહી છે. છછઁની પ્રામાણિકતાનો આ સૌથી મોટો પુરાવો છે. આ પ્રામાણિકતાએ અમારા વિરોધીઓની ઊંઘ હરામ કરી દીધી છે.’ કેગના અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે કે ૨૦૧૯-૨૦માં દિલ્હી સરકારની આવક સરપ્લસ રૂ. ૭,૪૯૯ કરોડ હતી. જે દર્શાવે છે કે તેની મહેસૂલી આવક મહેસૂલ ખર્ચને પહોંચી વળવા માટે પૂરતી હતી. ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા દ્વારા વિધાનસભા સત્રમાં માર્ચ ૨૦૨૦ના રોજ પૂરા થયેલા વર્ષ માટે રાજ્યની નાણાકીય બાબતો પર ઝ્રછય્ રિપોર્ટ, ૨૦૨૧ રજૂ કરવામાં આવ્યો હતો. રાજ્યની નાણાકીય બાબતો પરનો ઓડિટ અહેવાલ ૩૧ માર્ચ, ૨૦૨૦ના રોજ પૂરા થયેલા વર્ષ માટે રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી સરકારના વાર્ષિક હિસાબો અને જાહેર ક્ષેત્રના ઉપક્રમોની કામગીરીની વિશ્લેષણાત્મક સમીક્ષા પ્રદાન કરે છે.

File-02-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *