Delhi

દિલ્હીના પૂર્વ ધારાસભ્ય રામબીર શૌકીનને જામીન આપવાનો સુપ્રિમનો ઈન્કાર

નવીદિલ્હી
દિલ્હીના પૂર્વ ધારાસભ્ય રામબીર શૌકીનની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. સોમવારે સુપ્રીમ કોર્ટે તેને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે. સાથે જ સુપ્રીમ કોર્ટે જેલ ઓથોરિટીને શૌકીનની સારવાર માટે યોગ્ય પગલાં લેવા જણાવ્યુ છે. તમને જણાવી દઈએ કે, શૌકીને સારવાર માટે કોર્ટમાં જામીનની માંગણી કરી હતી. વર્ષ ૨૦૧૮માં તેને ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા સૌ પ્રથમવાર કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ તે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો. જાેકે, બાદમાં ડિસેમ્બર ૨૦૨૦માં તેની ફરી ધરપકડ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ રામબીર શૌકીન ગેંગસ્ટર નીરજ બવાનાનો નજીકનો સાથી છે. કેટલાક અહેવાલોમાં એવું કહેવામાં આવ્યુ છે કે તે ગેંગસ્ટરનો કાકા લાગે છે અને કથિત રીતે તેની સાથે ગેરકાયદેસર કામ કરતો હતો. શૌકીન વર્ષ ૨૦૧૩માં દિલ્હી વિધાનસભાની મુંડકા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. બાદમાં બહાર આવ્યુ હતુ કે તે ચૂંટણી લડવા માટે ગુનેગાર ગેંગનો ઉપયોગ કરી રહ્યો છે. જેના દ્વારા તે પોતાની રાજકીય મહત્વાકાંક્ષા વધારવા માંગતો હતો અને પૈસા સંબંધિત લાભ પણ મેળવવા માંગતો હતો. મીડિયા રિપોર્ટ્‌સમાં પોલીસ દ્વારા કહેવામાં આવ્યુ છે કે વર્ષ ૨૦૧૫માં રામબીર શૌકીનને મકોકાના એક કેસમાં ગુનેગાર જાહેર કરવામાં આવ્યો હતો. આ માટે તેની ૨૭ નવેમ્બર ૨૦૧૬ના રોજ ધરપકડ પણ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી ૯ એમએમની પિસ્તોલ અને બે કારતૂસ મળી આવ્યા હતા. ૮ માર્ચ ૨૦૧૭ના રોજ તેમની સામે ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી. જાે કે, ૨૬ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ તે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાંથી ઉત્તર પ્રદેશ પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગયો હતો. બે વર્ષ સુધી ફરાર રહ્યા બાદ ૨૦૨૦માં તેની ધરપકડ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *