Delhi

દિલ્હીના હરિનગર વિસ્તારમાં એક યુવકે પોતાના વૃદ્ધ મા-બાપ પર જીવલેણ હુમલો કર્યો

નવીદિલ્હી
દિલ્હી વેસ્ટ જિલ્લાના હરિનગર વિસ્તારમાં પોતાના વૃદ્ધ મા-બાપ પર એક યુવકે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં આરોપીના પિતાનું મૃત્યુ થયું અને માતાને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ઘટના ગઈકાલ રાતની છે. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, પિતા અને પુત્રમાં પૈસાને લઈને વિવાદ થયો હતો. તે પછીથી હથોડા અને ધારદાર વસ્તુથી પુત્રએ તેની પત્નીની સાથે મળીને તેના માતા-પિતા પર જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસને સાત ઓક્ટોબરે માહિતી મળી કે હરિનગરમાં રહેતા ૬૫ વર્ષના સ્વર્ણજીત સિંહ અને તેમની ૬૦ વર્ષની પત્ની અજિંદર કૌર ગંભીર રીતે ઘાયલ થયા છે. બંને સી-૬૨ ફતેહ નગરના રહેવાસી છે. પાડોશીઓએ બંનેને લોહી-લુહાણ સ્થિતિમાં ડીડીયૂ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાં સ્વર્ણજીત સિંહને સારવાર દરમિયાન મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેમની પત્ની અજિંદર કૌરને ગંભીર સ્થિતિમાં સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સારવાર ચાલી રહી છે. આરોપીની ઓળખ સ્વર્ણજીત સિંહના ૩૪ વર્ષના છોકરા જસદીપ સિંહ તરીકે થઈ છે. પોલીસે તેની ધરપકડ કરી છે. હત્યા કરવાના હેતુનો ખુલાસો ત્યારે થયો, જ્યારે પોલીસે આરોપી જસદીપની પૂછપરછ કરી. પોલીસે જણાવ્યું કે પુત્ર જસદીપ સિંહેને શેરમાર્કેટમાં ૭ લાખથી વધુ રૂપિયાનું નુકસાન થયું હતું. તે પોતાના માતા-પિતા પાસે પૈસા માંગી રહ્યો હતો. જાેકે તેમણે ના કહેતા ગુરુવાર-શુક્રવાર દરમિયાન લગભગ બે વાગ્યે તેમની પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. મૃતક સ્વર્ણજીત હરિનગરના કારોબારી હતા.

File-01-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *