Delhi

દિલ્હીમાં મંકીપોક્સનો પહેલો કેસ સામે આવ્યો

નવીદિલ્હી
દિલ્હીમાં ૩૧ વર્ષનો એક શખ્સ પશ્ચિમ બિહારમાં રહે છે. ૧૬ જુલાઈના તે જ્યારે ડોક્ટર રિચા પાસે પહોંચ્યો તો તેને છેલ્લા ચાર દિવસથી તાવ હતો. હાથ પર અને ય્ીહૈંટ્ઠઙ્મજ ના ભાગ પર લાલ દાણા આવવા લાગ્યા હતા. આ વ્યક્તિને શંકા હતી કે તેને ચિકનપોક્સ છે. પરંતુ જ્યારે તે ડોક્ટર રિચા ચૌધરી પાસે પહોંચ્યો તો તેમને તે ચિકનપોક્સ ન લાગ્યો. તેમણે તેને દવા આપી ૫ દિવસ પછી આવવા કહ્યું. ૫ દિવસ પછી જ્યારે દર્દી પાછો આવ્યો તો ડોક્ટરક રિચાએ જાેયું કે લાલ નિશાન વધી ગયું છે, દાણા વધુ મોટા થઈ ગયા છે અને હથેળીઓ અને ચહેરા પર પણ ફેલાઈ ગયા છે. દર્દીએ કહ્યું કે તેણે કોઈ વિદેશ યાત્રા કરી નથી. જાે કે, તે થોડા દિવસ પહેલા જ હિમાચલ પ્રદેશથી પરત ફર્યો હતો. આ વખતે ડોક્ટર રિચાએ તમામ લિટરેચર પણ જાેયા અને તેમને સમજાયું કે આ એવા દાણા છે જે તેમણે તેમની ૧૨ વર્ષની પ્રેક્ટિસમાં પહેલા ક્યારે જાેયા નથી. આ ચિકનપોક્સ અથવા સ્મોલપોક્સ નથી. તેમને શંકા થઈ કે તે મંકીપોક્સ લાગી રહ્યા છે. સારી વાત એ હતી કે તાવ આવતા જ દર્દીએ કોરોના કાળમાંથી બોધપાઠ લઈને પોતાની જાતને આઇસોલેટ કરી દીધો હતો. તેથી તેમના પરિવારમાં કોઈ સંક્રમિત થયા નથી. પરંતુ સરકારની ગાઈડલાઈન અનુસાર તેની પુષ્ટી કરવા માટે ટેસ્ટ માત્ર સરકારી લેબમાં જ થઈ શકતો હતો. જાેકે, ડોક્ટર રિચાને ત્યાં સુધીમાં વિશ્વાસ થઈ ગયો હતો કે તે મંકીપોક્સ છે. તેમણે દર્દીને સમજાવ્યો કે લોકલ સરકારી ડોક્ટરને બતાવવું જરૂરી છે. ડિસ્ટ્રિક્ટ સર્વિલન્સ ઓફિસરને જાણકારી આપવામાં આવી છે. ત્યારબાદ દર્દીને તાત્કાલીક અસરથી લોક નાયક હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો. ૨૨ જુલાઈ શુક્રવારના દર્દીના સેમ્પલને દ્ગટ્ઠંર્ૈહટ્ઠઙ્મ ૈંહજંૈંેંી ર્ક ર્ફૈિર્ઙ્મખ્તઅ પુણે મોકલવામાં આવ્યા. રવિવાર સવારે ત્યાંથી ટેસ્ટ દ્વારા કન્ફર્મ કરવામાં આવ્યું કે દર્દીને મંકીપોક્સ જ છે. આ વચ્ચે ડોક્ટર રિચાએ પોતાને સાત દિવસ આઇસોલેટ કરી દીધા. આ સમયે બીમારીની હાજરી અથવા ગેરહાજરી જાણી શકાય છે. તેઓ તેમના પરિવાર અને કામથી દૂર રહ્યા. ડોક્ટર રિચાએ દર્દીની સારવાર દરમિયાન માસ્ક, ગ્લવ્સ અને પીપીઈ કિટ પહેરી રાખી હતી. સેનેટાઈઝેશનનો ખ્યાલ રાખ્યો હતો. તેથી તેઓ સંક્રમણથી બચી શક્યા. ડોક્ટર રિચાના જણાવ્યા અનુસાર દર્દીથી દૂર રહ્યા તો સંક્રમણ થશે નહીં અને પાસે રહેવું પડે તો દર્દીને માસ્ક લગાવવા કહેવું, કેમ કે તેના થુકથી પણ સંક્રમણ થઈ શકે છે. તેના કપડા, પથારી, ચાદર, રૂમાલ- બાથરૂમ અલગ રાખો. ૨૧ દિવસ મહત્તમ સમય હોય છે, જ્યારે દર્દી સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ જાય છે. દર્દીની જાણકારીની પ્રાઈવેસીનું સન્માન રાખતા ગુપ્ત રાખવામાં આવી છે. મંકીપોક્સના વાયરસના જે સ્ટ્રેન ભારતમાં ફેલાયો છે તેને આઇસીએમઆરે આઇસોલેટ કર્યો છે. આ સ્ટ્રેનનો ફાર્મા કંપનીઓ રિસર્ચ, દવા બનાવવા અને વેક્સીન બનાવવા માટે ઉપયોગ કરી શકે છે. તેના માટે આઇસીએમઆરથી સંપર્ક કરવો પડશે.

File-01-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *