Delhi

દુશ્મંથા ચમીરા ઈજાને પગલે એશિયા કપ ગુમાવશે

નવીદિલ્હી
શ્રીલંકાના ઝડપી બોલર દુશ્મંથા ચમીરાને પગમાં ઈજા થતાં તે આગામી એશિયા કપ ગુમાવશે. એશિયા ખંડના દેશો વચ્ચે રમાનાર એશિયા કપ અગાઉ ચમીરાને ઈજા થતાં શ્રીલંકન ટીમને મોટો ફટકો પડ્યો છે. ટીમ પ્રેક્ટિસ દરમ્યાન ચમીરાને ડાબા પગના પંજામાં ઈજા થઈ હોવાનું આઈસીસીએ જણાવ્યું હતું. શ્રીલંકાની ટીમમાં ચમીરાના સ્થાને નુવાન થુષારાને તક આપવામાં આવી છે. શ્રીલંકા બોર્ડ દ્વારા ગત શનિવારે જ ૧૮ સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી હતી. દાસુન શુનાકા કેપ્ટન જાહેર કરાયો હતો. જાે કે ટીમમાં બિનુરા ફર્નાન્ડો અને કાસુન રજીતાનો પણ ઈજાને પગલે સમાવેશ કરાયો નહતો. ચમીરા શ્રીલંકાનો અનુભવી બોલર છે પરંતુ તે ઈજાને પગલે બહાર થતા હવે એશિયા કપમાં શ્રીલંકાની ટીમનો આધાર સ્પિનર્સ રહેશે જ્યારે ઝડપી બોલર્સમાં અનકેપ ખેલાડી દિલશાન મદુશંકા, પ્રમોદ મદુશન, અશિથા ફર્નાન્ડો, મથીશા પથિરાનાનો સમાવેશ ખાય છે.

File-02-Page-33.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *