નવીદિલ્હી
ચૂંટણી પંચે ૫ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી હતી. ઉત્તર પ્રદેશમાં આ વખતે સાત તબક્કામાં મતદાન પૂર્ણ થશે અને તે ૧૦ ફેબ્રુઆરીથી શરૂ થશે અને અંતિમ તબક્કાનું મતદાન ૭ માર્ચે યોજાશે. બીજી તરફ ઉત્તરાખંડ, પંજાબ અને ગોવામાં ૧૪ ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થશે. મણિપુરમાં બે તબક્કામાં ૨૭ ફેબ્રુઆરી અને ૩ માર્ચે મતદાન થશે. તમામ રાજ્યોના ચૂંટણી પરિણામો ૧૦ માર્ચે આવશે. ચૂટણીપંચની આ જાહેરાત સાથે જ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, પંજાબ અને ગોવામાં પણ આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. કોવિડ-૧૯ સંક્રમણના વધતા જતા કેસ અને તેના નવા પ્રકાર ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે ડિજિટલ માધ્યમથી પ્રચાર કરવા પર ભાર મૂક્યો અને એ પણ કહ્યું કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવાર કોઈપણ પ્રકારની રેલી કે જાહેર સભાનું આયોજન કરી શકશે નહીં. ૧૫ જાન્યુઆરી સુધી રોડ શો, પદયાત્રા કે સાયકલ કે બાઇક રેલી કે શેરી સભા જેવા કાર્યક્રમો યોજવામાં આવશે નહીં.ઉત્તર પ્રદેશ સહિત ૫ રાજ્યોમા વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. કોવિડ-૧૯ રસીકરણ પ્રમાણપત્ર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કોઈ તસવીર હશે નહીં, કારણ કે ત્યાં ચૂંટણી આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. રસીના પ્રમાણપત્રમાંથી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય નરેન્દ્ર મોદીની તસવીર હટાવવા માટે ર્ઝ્રઉૈંદ્ગ પ્લેટફોર્મ પર જરૂરી ફિલ્ટર લગાવવામાં આવ્યું હતું. ચૂંટણી પંચે જાહેરાત કરી હતી કે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવામાં વિધાનસભાની ચૂંટણી ૧૦ ફેબ્રુઆરીથી ૭ માર્ચ સુધી સાત તબક્કામાં યોજાશે અને મતગણતરી ૧૦ માર્ચે થશે. ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત સાથે, સરકારો, ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. માર્ચ ૨૦૨૧માં, આરોગ્ય મંત્રાલયે કેટલાક રાજકીય પક્ષોની ફરિયાદોને પગલે ચૂંટણી પંચના સૂચન પર આસામ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીમાં ચૂંટણી દરમિયાન સમાન આવા પગલા લીધાં હતાં. એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું કે આદર્શ આચાર સંહિતા લાગુ થવાને કારણે, આરોગ્ય મંત્રાલય આ પાંચ રાજ્યોમાં લોકોને જારી કરાયેલા કોવિડ-૧૯ રસીકરણ પ્રમાણપત્રોમાંથી વડાપ્રધાનની તસવીર દૂર કરવા માટે કોવિન પ્લેટફોર્મ પર જરૂરી ફિલ્ટર્સ સ્થાપિત કરશે.
