નવીદિલ્હી
હાલમાં દેશમાં રિકવરી રેટ ૯૩.૧૫ ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ૭૧.૮૮ કરોડ ટેસ્ટ કરવામાં આવ્યું છે, જેમાંથી સોમવારે ૧૬,૪૯,૧૦૮ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યું હતું. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત સોમવારે દેશમાં ૬૨,૨૯,૯૫૬ લોકોને રસી આપવામાં આવી હતી. આ સાથે કુલ રસીકરણનો આંકડો ૧,૬૨,૯૨,૦૯,૩૦૮ પર પહોંચ્યો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ૧,૭૭,૧૨,૫૧૭ સેશનમાં કરવામાં આવેલા રસીકરણને કારણે આ સફળતા મળી છે. ગુજરાતમાં કોરોના કેસનો ગ્રાફ ધીરે-ધીરે ઘટી રહ્યો છે. માત્ર બે દિવસમાં જ નવા કેસમાં ૪૦ ટકાનો ઘટાડો જાેવા મળ્યો છે અને નવા કેસની સંખ્યા ઘટીને ૧૪ હજાર નીચે પહોંચી છે. જાે કે એક જ દિવસમાં કોરોનાથી સૌથી વધુ ૨૫ દર્દીના મોત થયા હોવાનું સામે આવ્યુ છે. હાલમાં ગુજરાતમાં કોરોનાના ૧ લાખ ૩૫ હજારથી વધુ એક્ટિવ કેસ છે. જે પૈકી ૨૮૪ કોરોના દર્દી વેન્ટીલેટર પર સારવાર હેઠળ છે અને ૧ લાખ ૩૪ હજારથી વધુ દર્દીની સ્થિતિ સ્થિર છે. કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધીમાં ૧૬૨.૯૭ કરોડ (૧,૬૨,૯૭,૧૮,૭૨૫) રસીઓ રાજ્યોને સપ્લાય કરવામાં આવી છે, જેમાંથી ૧૩.૪૨ કરોડ (૧૩,૪૨,૭૫,૮૨૧) રસીઓ હજુ બાકી છે.ભારતમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા કેસોમાં મોટો ઘટાડો નોંધાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં કોરોનાના ૨.૫ લાખ નવા કેસ નોંધાયા છે અને ૬૧૪ લોકોના મોત થયા છે. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન સાજા થનારા લોકોની સંખ્યા ૨.૬૭ લાખ નોંધાઈ છે. હાલમાં દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૨૨ લાખથી વધુ છે. તે જ સમયે, દૈનિક સંર્ક્મણ દર ૧૫.૫૨ ટકા અને સાપ્તાહિક ચેપ દર ૧૭.૧૭ ટકા છે. નવા કેસોમાં ઘટાડાની વાત કરીએ તો દેશમાં ગઈકાલની સરખામણીએ ૫૦,૧૯૦ ઓછા કેસ નોંધાયા છે, ગઈકાલે કોરોના વાયરસના ૩,૦૬,૦૬૪ કેસ હતા. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ૧૬૨.૯૨ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. તે જ સમયે, એક્ટિવ કેસોની સંખ્યા ૨૨.૩૬ લાખ છે, જે કુલ કેસના ૫.૬૨ ટકા છે. દેશમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨,૬૭,૭૫૩ કોરોના દર્દીઓએ મહામારીને મ્હાત આપી છે. આ સાથે, સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને ૩,૭૦,૭૧,૮૯૮ થઈ ગઈ છે.
