નવીદિલ્હી
દેશમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ઘટી રહ્યું છે. દેશમાં કોરોનાનો કહેર હવે પહેલા કરતા ઓછો થઈ ગયો છે. લગભગ એક મહિના બાદ સતત બીજા દિવસે કોરોનાના નવા કેસ એક લાખથી ઓછા નોંધાયા છે. દેશમાં કોરોનાથી મૃત્યુ દર ૧.૧૯ ટકા છે, જ્યારે રિક્વરી રેટ ૯૬.૧૯ ટકા છે. એક્ટિવ કેસ ૨.૬૨ ટકા છે. કોરોનાના એક્ટિવ કેસ મામલે દુનિયામાં ભારત હવે ૧૧માં સ્થાન પર છે. કુલ સંક્રમિતોની સંખ્યા મામલે ભારત બીજા સ્થાન પર છે. જ્યારે અમેરિકા, બ્રાઝિલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે. ૈંઝ્રસ્ઇ મુજબ ભારતમાં ગઈકાલે કોરોના વાઈરસ માટે ૧૩,૪૬,૫૩૪ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા. છેલ્લા ૨૪ કલાકમાં ૫૫ લાખથી વધારે કોરોના રસીના ડોઝ લગાવવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધી ૧૭૦ કરોડથી વધારે કોરોના રસીના ડોઝ લગાવવામાં આવી ચૂક્યા છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૨,૯૦૯ કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાના કારણે મોતની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. આજે કોરોનાને કારણે કુલ ૨૧ દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જાેવા મળી રહ્યો છે. એક મહિના બાદ બીજીવાર રાજ્યમાં પાંચ હજારથી ઓછા કેસ નોંધાયા છે. જ્યારે ૨૧ દર્દીઓના મોત થયા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ ૯૨૮ નવા કેસ અને ૬ લોકોના મોત થયા તો વડોદરામાં ૪૬૧ નવા દર્દી મળ્યા અને ચાર દર્દીના મોત નિપજ્યા. સુરતમાં પણ કોરોનાથી કુલ ત્રણ લોકોના મોત થયા અને ૯૦ નવા કેસ સામે આવ્યા. રાજકોટ શહેર અને જિલ્લામાં ૧૮૫ નવા દર્દી મળ્યા. જ્યારે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. આ તરફ ભાવનગર શહેર-જિલ્લામાં ૩૦ નવા કેસ સામે આવ્યા અને ૧ દર્દીએ કોરોનાના કારણે દમ તોડ્યો છે.