નવીદિલ્હી
દેશમાં રિકવરી રેટ ઘટીને ૯૩.૦૭ ટકા નોંધાયો છે. ડેઈલી પોઝિટિવિટી રેટ વધીને ૨૦.૭૫ ટકા થયો છે જ્યારે વીક્લી પોઝિટિવિટી રેટ પણ વધીને ૧૭.૦૩ ટકા થયો છે. મુંબઈમાં કોરોનાના ૮૮ ટકા પોઝિટિવ સેમ્પલ્સમાં ઓમિક્રોન જાેવા મળ્યો છે. આમ શહેરમાં તેનું પ્રભુત્વ વધ્યું છે. સરકારે દિલ્હીમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે બહાર પાડેલી ગાઈડલાઈન્સ મુજબ રાજપથ પરની પરેડમાં વેક્સિન ન લીધી હોય તેવા લોકોને તેમજ ૧૫ વર્ષથી ઓછી ઉંમરનાં કિશોરોેને પ્રવેશ અપાશે નહીં. સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ કડકાઈથી પાલન કરાવાશે. ઈન્દોરમાં ઓમિક્રોનનું નવું સ્વરૂપ જાેવા મળ્યું છે. ૧૮ દિવસમાં ૨૧ સંક્રમિતો પૈકી ઔ૬ બાળકોને સંક્રમણ થયું છે. તેમનાં ફેફસાંને અસર થતા સ્થિતિ ગંભીર બની છે.કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે ત્યારે દેશમાં ૧૫ ફેબ્રુઆરી સુધીમાં કેસમાં ઘટાડો થશે તેમ કેન્દ્રનાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. કેટલાક રાજ્યો અને મેટ્રો શહેરોમાં કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. વેક્સિનેશનને કારણે નવા કેસોની સંખ્યા તેમજ મૃત્યુઆંકને અંકુશમાં રાખી શકાયા છે. કોરોનાનો સંક્રમણ દર ૧૭.૭૮ ટકાથી વધીને ૨૦.૭૫ ટકા થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં નવા ૩,૦૬,૦૬૪ કેસ નોંધાયા છે. આમ અગાઉના દિવસના નવા ૩.૩૩ લાખ કેસની સરખામણીમાં કેસ નજીવો ઘટાડો થયો છે. અલબત્ત એક્ટિવ કેસની સંખ્યા ૨૪૧ની ટોચે પહોંચીને ૨૨,૪૯,૩૩૫ થઈ છે. જે કુલ કેસના ૫.૬૯ ટકા છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૪૩૯ દર્દીઓના મોત થયા છે. કોરોનાએ કુલ ૪,૮૯,૮૪૮ લોકોનો ભોગ લીધો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨,૪૩,૪૯૫ દર્દીઓ સાજા થયા છે. આમ કુલ ૩.૬૮ કરોડ દર્દીઓ કોરોના મુક્ત થયા છે.


