Delhi

દેશમાં ૧૯ જાન્યુઆરી પછીથી તબક્કાવાર કોરોનાની પીક આવી શકે છે

નવીદિલ્હી
દેશની રાજધાની દિલ્હીને અડીને આવેલા હરિયાણામાં ૨૦ જાન્યુઆરીએ કોરોના સંક્રમણ ચરમસીમાએ પહોંચવાની આશા છે. બિહારમાં આ સમયે કોરોનાની ટોચ પર છે. જાે આમ થાય છે, તો હવે ટૂંક સમયમાં જ કોરોનાના કેસમાં ઘટાડો જાેવા મળી શકે છે. ૨૬ જાન્યુઆરીએ આસામમાં પીકની અપેક્ષા છે. રવિવારે આસામમાં કોરોનાના ૨૭૦૯ નવા કેસ નોંધાયા અને ૫ લોકોના મોત થયા. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા ૧૯, ૨૫૮ છે. નિષ્ણાતો અનુસાર દિલ્હીમાં કોરોનાની પીક ચાલુ છે. દિલ્હીમાં શનિવારની સરખામણીએ રવિવારે કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો જાેવા મળ્યો હતો. છેલ્લા ૨૪ કલાકમાં ૧૮,૨૮૬ નવા કેસ નોંધાયા છે, જે શનિવાર કરતા લગભગ ૨૫૦૦ ઓછા છે. રાજધાનીમાં આજે કોરોનાના સક્રિય કેસોમાં પણ ઘટાડો નોંધાયો છે. સક્રિય કેસ ઘટીને ૮૯,૮૧૯ થઈ ગયા છે.દેશમાં કોવિડ-૧૯ સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાની ત્રીજી લહેર હવે તેના પીકની ખૂબ નજીક પહોંચી ગઈ હોય તેવો એક્સપર્ટસનો દાવો છે. બીજી વેવમાં, ૧૦ દિવસ સુધી દરરોજ એકથી બે લાખ કેસ મળી રહ્યા હતા, પરંતુ આ વખતે છ દિવસ પછી જ આ આંકડો બે લાખને વટાવી ગયો છે. કેટલાક નિષ્ણાતો કહે છે કે ભારતના કેટલાક મોટા શહેરોમાં આગામી થોડા દિવસોમાં કોરોના કેસ ટોચ પર હશે. જાે કે, દિલ્હી અને મુંબઈ જેવા મહાનગરોના આરોગ્ય વિભાગનું કહેવું છે કે અહીં કોરોનાની પીક આવી ગઈ છે અને કેસોમાં ઘટાડો થયો છે. આવો એક નજર કરીએ ગુજરાત સહિત ભારતના કયા રાજ્યમાં ક્યારે આવી શકે છે. ગુજરાત– રાજ્યમાં બે દિવસ બાદ એટલે કે ૧૯ જાન્યુઆરીએ કોરોનાની પીક આવે તેવી શક્યતા છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૦,૧૫૦ નવા કેસ નોંધાયા છે જ્યારે ૮ દર્દીઓના મોત થયા છે. તે જ સમયે, ૬૦૯૬ દર્દીઓ સાજા પણ થયા છે. ઉત્તર પ્રદેશમાં જ્યારે ૧૦ ફેબ્રુઆરીથી સાત તબક્કામાં ચૂંટણી યોજાવાની છે ત્યારે છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૧૭,૧૮૫ નવા કેસ નોંધાયા છે અને ૧૦ લોકોના મોત થયા છે. ૮૮૦૨ દર્દીઓ સાજા પણ થયા છે. આ દરમિયાન, રાજ્યમાં કુલ ૨,૫૭,૬૯૪ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. યુપીમાં કોરોના સંક્રમણ ૧૯ જાન્યુઆરી સુધીમાં ટોચ પર પહોંચે તેવી શક્યતા છે. હાલમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૧,૩૨૭ નોંધાયા છે ત્યારે આ રાજ્યમાં પણ કોરોનાની પીક ૧૯ જાન્યુઆરીએ આવે તેવી શક્યતા છે.

Coronas-cases-escalated-again.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *