Delhi

ધો.૧૦, ૧૨ની ફિઝિક્લ પરીક્ષાઓ રદ્દ કરવાની અરજી પર સુપ્રિમ કોર્ટ સુનાવણી કરશે

નવીદિલ્હી
કોરોના વાયરસના કારણે છેલ્લા બે વર્ષથી અલગ અલગ બોર્ડ્‌સની પરીક્ષાઓ પ્રભાવિત થઈ છે. આ ઉપરાંત લાંબા સમય સુધી લગભગ તમામ રાજ્યોના શાળા કોલેજ બંધ પણ રહ્યા છે. આવામાં આ શાળાઓમાં ઓનલાઈન અભ્યાસ થતો હતો. હવે જ્યારે કોરોના વાયરસની ત્રીજી લહેરના કેસ પણ ઓછા થઈ ગયા છે તો એકવાર ફરીથી શાળાઓ ખુલી ગઈ છે. દિલ્હી, યુપી, ગુજરાત, હરિયાણા સહિત અનેક રાજ્યોમાં શાળાઓ ફરીથી ઓફલાઈન મોડમાં આવી ગઈ છે. સુપ્રીમ કોર્ટ રાજ્યોના બોર્ડ, ૈંઝ્રજીઈ, ઝ્રમ્જીઈ સહિત તમામ બોર્ડ્‌સની ફિઝિકલ પરીક્ષાઓ રદ્દ કરવાની માંગણીવાળી અરજી પર સુનાવણી માટે તૈયાર થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે જસ્ટિસ એએમ ખાનવિલકરના નેતૃત્વવાળી પેનલ આ કેસની સુનાવણી કરશે. ૧૫થી વધુ રાજ્યોના ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ દ્વારા દાખલ કરાયેલી અરજીમાં આગામી બોર્ડ પરીક્ષાઓ માટે એક વૈકલ્પિક મૂલ્યાંકન પદ્ધતિની માગણી કરાઈ છે. ગત વર્ષ સીબીએસઈ, સીઆઈએસસીઈ, અન્ય રાજ્ય બોર્ડોએ વૈકલ્પિક મૂલ્યાંકન માપદંડોના આધારે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવાનો ર્નિણય લીધો હતો. વિદ્યાર્થીઓના મૂલ્યાંકન આંતરિક પરીક્ષાઓ અને બોર્ડ દ્વારા તૈયાર કરાયેલા એક નિર્ધારિત માપદંડોના આધારે કરાયું હતું. નોંધનીય છે કે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડએ ધોરણ ૧૦ અને ૧૨ની ટર્મ ૨ની પરીક્ષાની તારીખો પણ જાહેર કરી દીધી છે. ટર્મ ૨ની પરીક્ષા ૨૬ એપ્રિલથી થશે. આ બધા વચ્ચે કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન દ્વારા ૈંઝ્રજીઈ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષા એપ્રિલના અંતિમ સપ્તાહમાં આયોજિત કરવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *