Delhi

નવજાેત સિંહ સિદ્ધુ ને રાજકારણની અને કપિલ શર્માની પણ ખુરશી નહીં

નવીદિલ્હી
પંજાબ વિધાનસભાના પરિણામો બાદ કોંગ્રેસ નેતા નવજાેત સિંહ સિદ્ધુ જમીન પર આવી ગયા છે. સિદ્ધુએ પાર્ટી બદલીને બધાની સામે બળવો કર્યો, પરંતુ આ પછી પણ તેઓ ઝ્રસ્ની ખુરશી મેળવી શક્યા નહીં. ચૂંટણી હાર્યા બાદ હવે ચારેબાજુ તેમની મજાક ઉડાવવામાં આવી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેની રાજકીય કારકિર્દી હવે પૂરી રીતે પૂરી થઈ ગઈ છે અને તેથી જ તે હવે ‘ધ કપિલ શર્મા શો’માં વાપસી કરવા જઈ રહ્યા છે. એક તરફ ચૂંટણીનું પરિણામ જાહેર થયું અને બીજી તરફ ‘ધ કપિલ શર્મા શો’ અંગે પણ સ્પષ્ટતા થઈ. જી હાપ. હવે ન તો સિદ્ધુ પંજાબના ઝ્રસ્ની ખુરશી મેળવી શકશે અને ન તો કપિલના શોની ખુરશી મેળવી શકશે. ફિલ્મ નિર્માતા અશોક પંડિતે ટ્‌વીટ કરીને સ્પષ્ટ કર્યું છે કે નવજાેત સિંહ સિદ્ધુ ઈચ્છે તો પણ ‘ધ કપિલ શર્મા શો’માં પાછા નહીં આવી શકે. એક ટ્‌વીટમાં તેણે લખ્યું કે, ‘ધ કપિલ શર્મા શોમાં નવજાેત સિંહ સિદ્ધુની વાપસીથી જે પણ ચિંતિત છે. હું તેમને જણાવી દઉં કે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝે પાકિસ્તાનને સમર્થન આપવા બદલ નવજાેત સિંહ સિદ્ધુ વિરુદ્ધ અસહકાર જાહેર કર્યો છે અને તેનો સ્પષ્ટ અર્થ છે કે તે “ધ કપિલ શર્મા શો” નહીં કરી શકે.’ અશોક પંડિતના આ ટિ્‌વટ બાદ નવજાેત સિંહ સિદ્ધુને ચાહનારા લોકો ચોક્કસપણે નિરાશા થશે. ૧૦ માર્ચનો દિવસ સિદ્ધુના જીવનમાં ઘેરો અંધકાર લાવ્યો છે. આમ આદમી પાર્ટીએ જે રીતે પંજાબમાં પોતાની જીત લહેરાવી છે અને અન્ય તમામ પાર્ટીઓને મ્હાત આપી છે.પરંતુ આ દરમિયાન જાે કોઈને સૌથી વધુ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે તો તે છે નવજાેત સિંહ સિદ્ધુ. દ્ભઇદ્ભએ પણ સિદ્ધુને રાજનીતિકાર ગણાવ્યા અને તેમની ચૂંટણીમાં હારને તેમની રાજકીય કારકિર્દીનો અંત ગણાવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *