નવીદિલ્હી
દિલ્હીની એક મહિલાએ કથિત રીતે પોતાના પિતાને જીવતા કરવા માટે માનવ બલિ આપવાની કોશિશ કરતા બે મહિનાના બાળકનું અપહરણ કર્યું હતું. પોલીસે મહિલાની ધરપકડ કરીને બાળકને તેની પકડમાંથી મુક્ત કરાવ્યું હતું. અત્યંત સનસનીખેજ મામલો દિલ્હીના અમર કોલોનીનો છે. પોલીસે જણાવ્યું છે કે, ગુરુવારની સાંજે લગભગ ચાર વાગ્યે અમર કોલોનીમાં સૂચના મળી કે દિલ્હીના ગઢી વિસ્તારમાંથી બે મહિનાનું માસૂમ બાળક અજાણી મહિલા લઈ ગઈ છે. સૂચના મળતા પોલીસે મામલો નોંધી અને આરોપીની શોધ શરુ કરી દીધી. તપાસ દરમિયાન બાળકની માતાએ પોલીસને જણાવ્યું છે કે, આરોપી મહિલા સાથે તેની મુલાકાત સફદરગંજ હોસ્પિટલમાં થઈ હતી. મહિલાએ પોતે બાળકોની દેખરેખ કરતી એક એનજીઓમાં કામ કરતી હોવાનું કહ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, બાળકની માતાએ જણાવ્યું છે કે, આરોપીએ મફતમાં દવા અપાવાની વાત કહી હતી. તેને બહાને તેનો પીછો કર્યો અને ૧૦ નવેમ્બરે ઘરે પહોંચી ગઈ. વાતોમાં ફસાવીને બહાર ફરવાના બહાને માને તૈયાર કરી. બાળકની માતાએ પોતાની ૨૧ વર્ષિય ભત્રીજી રિતુને પણ આરોપી મહિલા સાથે મોકલી. ત્યાર બાદ આરોપીએ રિતુને અને બાળકને પોતાની કારમાં બેસાડ્યા અને રિતુને કોલ્ડ ડ્રિંક પિવડાવી બેભાન કરી નાખી. પોલીસે જણાવ્યું કે, ત્યાર બાદ આરોપીએ રિતુને ગાજિયાબાદમાં ફેંકી દીધી અને બાળક લઈને ફરાર થઈ ગઈ. રિતુ જ્યારે ભાનમાં આવી, તો તેણે તુરંત પરિવારને ફોન કરી આખી વાત જણાવી દીધી. પરિવારે આ ઘટનાની જાણ પોલીસને કરી. મામલાની ગંભીરતા જાેતા પોલીસે તમામ સીસીટીવી ફુટેજ ખંગાળી નાખ્યા અને એ ગાડીની શોધ કરી, જેમાં આરોપી, બાળક સાથે લઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, દરોડા દરમિયાન દિલ્હીના કોટલા મુબારકપુર વિસ્તારમાં આવેલા ઘરમાંથી મહિલાને દબોચી લીધી. અને બાળકને તેને ચંગુલમાંથી છોડાવ્યું. પોલીસના જણાવ્યા અનુસાર, પુછપરછમાં આરોપીએ પોતાનું નામ શ્વેત બતાવ્યું છે, સાથે જ ખુલાસો કર્યો છે કે, ઓક્ટોબર ૨૦૨૨માં તેના પિતાનું નિધન થયું હતું. તેણે કહ્યું કે, જ્યારે અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા, ત્યારે તેને જાણવા મળ્યું કે, એક બાળકની બલિ આપે તો તેના પિતા જીવતા થઈ શકે છે. ત્યાર બાદ તે નવજાત બાળકને શોધતી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ મહિલાએ બાળકના અપહરણ માટે હોસ્પિટલોના ચક્કર કાપવાનું શરુ કર્યું, આરોપી પોતાની માતા સાથે દિલ્હીમાં રહે છે અને તેના પર ચોરી અને લૂંટના બે કેસ અગાઉથી નોંધાયેલા છે.
