Delhi

નાના ટેણિયાનો વીડિયો થયો વાયરલ, લોકોએ કહ્યું “નવી જનરેશન તૈયાર”

નવીદિલ્હી
વાયરલ વીડિયોઃ કોઈ ૧૮-૨૦ વર્ષનો નવજૂવાન અથવા ૧૦-૧૨ વર્ષનો બાળક જાે કોઈ પાર્ટીમાં જાેડાવાની વાત કરે તો કોઈને નવાઈ ન લાગે, પણ ૩-૪ વર્ષનો બાળક જાે આવી વાત કરે તો, હાલમાં જ એક ૧૪ સેકન્ડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્વેટર પહેરેલો આ માસૂમ રડતા રડતા કહી રહ્યો છે કે, તેને ભાજપમાં જવું છે. તેની પાછળ કદાચ તેની માતા ઊભી છે. જે એ પૂછે છે કે, ક્યાં જવું છે, કોંગ્રેસમાં કે ભાજપમાં, તો બાળક રડતા રડતા કહે છે કે મારે ભાજપમાં જવું છે. મહિલા કહે છે કે, તો ચાલ જઈએ, આ વીડિયો ખૂબ શેર થઈ રહ્યો છે. આ વર્ષ માર્ચમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત બાદ આ વીડિયો વાયરલ થયો હતો, ત્યારે પણ ભારે મીમ્સ બન્યા હતા. ભાજપના સમર્થકો તેને પાર્ટીની લોકપ્રિતા ગણાવી રહ્યા છે. કેટલાય લોકો ટિ્‌વટર પર બાળકની માસૂમિયતને ‘ર્જ ષ્ઠેંી’ લખીને વ્હાલ કરી રહ્યા છે . જ્યારે અમુક લોકોએ તો, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા અને પ્રધાનમંત્રી મોદીને પણ ટેગ કરવા લાગ્યા છે. દિલીપ નામના યુઝર્સે લખ્યું છે કે, નવી જનરેશન તૈયાર થઈ રહી છે. જાે કે, એ સ્પષ્ટ થયું નથી કે, આ વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે. અમિત શર્મા પીએમ મોદીને ટેગ કરીને લખે છે કે, સર જી આને પણ સાથે રાખી લો. પ્રાંશુલે લખ્યું છે, જાેરદાર બાળક છે. વિવિકે શર્માએ કટાક્ષ કરતા લખ્યું છે. ચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસ નેતાની ભાવના છે આ.

Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *