Delhi

નિષ્ણાતોની ચેતવણી ઃ ઓમિક્રોનનો સબવેરિયન્ટ ‘સેન્ટોરસ’ રોગ પ્રતિકાર શકિતને ખાળી શકે

ન્યુદિલ્હી
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ નવા ઓમિક્રોન સબવેરિયન્ટ, બીએ.૨.૭૫ પર નજર રાખી રહ્યા છે, કારણ કે તે ભારતમાં છે જયારે બીએ.૫ વેરિઅન્ટ દુનિયાભરમાં ફેલાયેલો છે. ડબ્લ્યુએચઓના ચીફ સાયન્ટિસ્ટ ડો.સૌમ્યા સ્વામીનાથને એક ટ્‌વીટમાં જણાવ્યું હતું કે, બીએ.૨.૭૫ ૧૦ અન્ય દેશો જાેવા મળ્યો છે જાેકે હાલ ચિંતાની સ્થિતિ જાહેર કરાઇ નથી. તે કેટલો ચેપી છે અને રોગ પ્રતિકાર શકિતનો કેવી રીતે સામનો કરે છે તેની જાણકારી હાલ નથી. પરંતુ નિષ્ણાતો પહેલેથી જ ચેતવણી આપી રહ્યા છે. સ્ક્રીપ્સ રિસર્ચના મોલેક્યુલર મેડિસિનના પ્રોફેસર અને સ્ક્રીપ્સ રિસર્ચ ટ્રાન્સલેશનલ ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક અને ડિરેક્ટર ડો. એરિક ટોપોલે જણાવ્યું હતું કે નવા સબવેરિયન્ટના મ્યુટેશન બીએ.૫ અને બીએ.૪ રસીકરણ અને અગાઉના ચેપથી આવેલી રોગપ્રતિકારક શક્તિ પ્રતિકાર કરવા માટે જાણીતા છે. “સેન્ટોરસ” તરીકે ઓળખાતો બીએ.એ.૨.૭૫ પ્રથમ વખત જૂનની શરૂઆતમાં ભારતમાં જાેવા મળ્યો હતો. સામાન્ય ઓમિક્રોન મ્યુટેશનની સાથે, તેમાં નવ વધારાના ફેરફારો થયા છે. લંડનની ઈમ્પિરિયલ કોલેજના ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ફેક્શિયસ ડિસીઝના વાયરોલોજિસ્ટ ટોમ પીકોકે તાજેતરમાં એક ટ્‌વીટમાં જણાવ્યું હતું કે, પરંતુ બધા સબવેરિઅન્ટ એક સાથે જાેવા મળે છે તે અલગ બાબત છે.પરંતુ તેની ઝડપી વૃધ્ધિ અને ફેલાવો ચિંતાજનક છે. યુનિવર્સિટી ઓફ મિનેસોટાના સેન્ટર ફોર ઇન્ફેક્શિયસ ડિસીઝ રિસર્ચ એન્ડ પોલિસી દ્વારા ઓસ્ટ્રેલિયાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ મોલેક્યુલર બાયોટેકનોલોજીના સંશોધક ઉલરિચ ઇલિંગને ટાંકીને જણાવાયું છે કે ભારત સિવાય, આ વાયરસ ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની, ન્યુઝીલેન્ડ અને યુનાઇટેડ કિંગડમમાં મળી આવ્યો છે.તે ૫ જુન પછી અમેરિકામાં પણ દેખાયો હતો.અમેરિકામાં ફેલાયેલા ચેપનાં ૫૪ ટકા માટે બીએ.૫. જવાબદાર છે.

File-01-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *