Delhi

પંજાબમાં અમરિન્દ્રસિંહની સરકાર દિલ્હીથી ભાજપ ચલાવી રહી હતી ઃ રાહુલ ગાંધી

નવીદિલ્હી
કેપ્ટન અમરિન્દર સિંહના નેતૃત્વવાળી પંજાબ સરકારને બદલવી પડી કેમ કે દિલ્હીથી ભારતીય જનતા પાર્ટી ચલાવી રહી હતી. કોટકપુરમાં એક જનસભાને સંબોધિત કરતા તેમણે પૂર્વ મુખ્યમંત્રીનું નામ લીધા વિના કહ્યું હતું કે અહીં ૫ વર્ષ અમારી સરકાર હતી, એ પણ સાચું છે કે એ સરકારમાં કેટલીક અછત હતી. અમે ક્યાંક માર્ગ ભટકી ગયા હતા. પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે એ સરકારે પંજાબથી ચાલવાનું બંધ કરી દીધું. તે સરકાર દિલ્હીથી ચાલવા લાગી. કોંગ્રેસ દ્વારા નહીં પરંતુ ભાજપ અને ભાજપના નેતૃત્વવાળી સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી હતી. એ છુપાયેલું ગઠબંધન સામે આવી ગયું છે એટલે અમારે એ સરકારને બદલવી પડી. વર્ષ ૨૦૧૭ની ચૂંટણીમાં કેપ્ટન અમરિન્દર સિંહના નેતૃત્વમાં સત્તામાં આવનારી કોંગ્રેસે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેપ્ટન અમરિન્દર સિંહને હટાવીને ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. હવે કેપ્ટન અમરિન્દર સિંહે પોતાની અલગ પાર્ટી બનાવી છે અને તે ભાજપ સાથે મળીને ચૂંટણી લડી રહી છે. ગુરુવારે રાહુલ ગાંધીએ પંજાબની મુખ્ય વિપક્ષી પાર્ટી આમ આદમી પાર્ટી ના પ્રમુખ અરવિંદ કેજરીવાલ પર પણ જબરદસ્ત હુમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કેજરીવાલ જીએ મજીઠિયા પાસે શા માટે માફી માગી? શું મેં કે ચન્ની જીએ મજીઠિયા પાસે માફી માગી, પછી કેજરીવાલે માફી કેમ માગી. મારા ઉપર ૨૦-૨૫ કેસ છે, મેં આજ સુધી કોઈ પાસે માફી માગી નથી. તો કેપ્ટન અમરિન્દર સિંહે સ્પષ્ટ રીતે કહ્યું કે રાજીવ ગાંધી મારા મિત્ર હતા. તેઓ અમારી સાથે અભ્યાસ કરતા હતા. તેમના બાળકો પર તેઓ કોઈ વાત નહીં કરે. તેઓ શું સમજે છે ખબર મને ખબર નથી. હું ૪૦ વર્ષ સુધી કોંગ્રેસમાં રહ્યો અને પછી જે રીતે કાઢવામાં આવ્યો તે ખોટું હતું. બધા ધારાસભ્યોને કોંગ્રેસ ભવનમાં એકત્ર કરવામાં આવ્યા અને મારી વિરુદ્ધ વોટ નંખાવવામાં આવ્યા. મેં તેમને કહ્યું કે આ જ વાત છે તો કહી દો હું જ રાજીનામું આપી દઉં છું. કોંગ્રેસનો સંપૂર્ણ કોન્સેપ્ટ બદલાઈ ગયો છે.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પહેલી વખત ખુલાસો કર્યો છે કે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહને મુખ્યમંત્રી પદ પરથી કેમ હટાવવામાં આવ્યા હતા? ૨૦ ફેબ્રુઆરીના રોજ થનારી આગામી પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા એક રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કેપ્ટન અમરિન્દર સિંહ પંજાબના લોકોને મફતમાં વીજળી આપવા માગતા નહોતા. હું તમને જણાવીશ કે કેપ્ટન અમરિન્દર સિંહને પંજાબના મુખ્યમંત્રી પદ પરથી કેમ હટાવવામાં આવ્યા. તેનું કારણ એ છે કે તેઓ ગરીબ લોકોને મફતમાં વીજળી આપવા માટે રાજી નહોતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *