Delhi

પતિએ પત્નીને મિત્રો સાથે સૂવા માટે મજબૂર કરી વીડિયો બનાવ્યો, છૂટાછેડા કહેતા વાયરલ કરવાની ધમકી આપી

નવીદિલ્હી
બેંગલુરુમાં એક સોફ્ટવેર એન્જિનિયર મહિલાએ તેના ટેક્નિકલ એક્સપર્ટ પતિ સામે લગાવવામાં આવેલા સનસનાટીભર્યા આરોપો લગાવ્યા છે, તેનાથી એ સ્પષ્ટ થાય છે કે ગરીબ અને ઓછી શિક્ષિત મહિલાઓ તેમજ ઉચ્ચ શિક્ષિત અને સ્વતંત્ર મહિલાઓને ઘરેલુ હિંસા અને જાતીય ગુનાઓનું જાેખમ ઓછું નથી. સાંપીગેહલ્લી, થાનિસાન્દ્રા મેઈન રોડની એક ૩૪ વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર મહિલાએ તેના પતિ પર આરોપ લગાવ્યો છે કે તેણે તેને તેના મિત્રો સાથે સૂવા માટે દબાણ કર્યું અને તેનો સેક્સ વીડિયો બનાવીને બ્લેકમેલ કરી. ૩૬ વર્ષીય પતિ કે જે ટેક્નિકલ એક્સપર્ટ પણ છે તેની ધરપકડ કરવામાં આવી છે. એક સમાચાર પત્રના સમાચાર અનુસાર, મહિલાએ પોલીસને જણાવ્યું કે તેનો પતિ અન્ય પુરૂષો સાથે સંબંધ રાખવાનો ઈન્કાર કરવા પર તેને મારતો હતો. તેણે મહિલાને તેના બે મિત્રો સાથે સૂવા માટે દબાણ કર્યું અને તેના મોબાઇલ ફોનમાં રેકોર્ડ કર્યું. જ્યારે મહિલાએ છૂટાછેડા માંગ્યા તો તેણે વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવાની ધમકી આપી. પોલીસે જણાવ્યું કે આ દંપતીએ એપ્રિલ ૨૦૧૧માં લગ્ન કર્યા હતા અને તેમને એક પુત્ર છે. સમ્પીગેહલ્લી પોલીસે નોંધેલી હ્લૈંઇ મુજબ, આરોપી પતિ દારૂ અને ડ્રગ્સનો વ્યસની છે. તેણે કથિત રીતે મહિલાની બહેનને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે જ્યારે તે નશામાં હતો ત્યારે તેનો પતિ તેને મારતો હતો. જ્યારે ઘરનું વાતાવરણ સતત બગડતું ગયું ત્યારે મેં મારા પતિને છૂટાછેડા આપવાનું નક્કી કર્યું, તેથી તે ગુસ્સે થઈ ગયો. આ પછી, તે સોશિયલ મીડિયા પર વીડિયો અને તસવીરો શેર કરવાની ધમકી આપી રહ્યો છે. મહિલાએ તેના પતિ પર એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેને ગાંજાની લત છે. આ માટે તેણે પોતાના ઘરની અંદર એક વાસણમાં બે છોડ ઉગાડ્યા છે. પોલીસે તે છોડ જપ્ત કર્યા છે.

File-01-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *