Delhi

પાક. ટેલિકોમ કંપનીએ ઈન્ટરનેટ બંધ કરવાની ધમકી આપી

નવીદિલ્હી
પાકિસ્તાનમાં વીજળીનું સંકટ દિન પ્રતિદિન વિકટ બની રહ્યું છે. વારંવાર લાઈટ જવાના કારણે ટેલિકોમ ઓપરેટરોએ કહ્યું કે આવી સ્થિતિમાં ઈન્ટરનેટ અને કનેક્ટિવિટી સેવાઓ આપવી મુશ્કેલ છે. ટેલિકોમ કંપનીઓએ તો ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવાની પણ ચેતવણી ઉચ્ચારી દીધી છે. દ્ગટ્ઠંર્ૈહટ્ઠઙ્મ ૈંહકર્દ્બિટ્ઠંર્ૈહ ્‌ીષ્ઠરર્હર્ઙ્મખ્તઅ મ્ર્ટ્ઠઙ્ઘિએ ટ્‌વીટ કરીને કહ્યું કે પાકિસ્તાનમાં દૂરસંચાર ઓપરેટરોએ દેશભરમાં લાંબા સમયથી વીજળી ગુલ રહેવાના કારણે મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવાની ચેતવણી આપી છે. વારંવાર વીજળી કાપના કારણે સેવાઓમાં અડચણ આવે છે અને સંચાલનમાં સમસ્યાઓ રહે છે. વીજળી સંકટને જાેતા ગત મહિને કરાચીમાં રાતે ૧૦ વાગ્યા પછી મોલ અને દુકાનો બંધ કરવાના આદેશ આપ્યા હતા. વીજળી સંકટના કારણે ભીષણ ગરમીમાં લોકોએ ખુબ પહેરાન પરેશાન થવું પડી રહ્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે પહેલા જ વીજ સંકટને લઈને નિવેદન બહાર પાડ્યું હતું. શરીફે લોકોને ચેતવણી આપી હતી કે જુલાઈ મહિનામાં લોડ શેડિંગનો સામનો કરવો પડી શકે છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનને જરૂરી લિક્વિડ ગેસ એલએનજીની આપૂર્તિ મળી શકી નથી જેને લીધે દેશે વીજ સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા હાલ મોટા સંકટમાંથી પસાર થઈ રહી છે. દેશમાં વીજ સંકટ જ નહીં પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ આકાશને આંબી રહ્યા છે. મોંઘવારી અને બેરોજગારીના કારણે સરકારે જનતાના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે.

file-01-page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *