નવીદિલ્હી
રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના આ ખાસ અવસર પર જમ્મુકાશ્મીરને એવી મોટી વિકાસ કાર્યોની ભેટ આપી સૌને ચોકવી દીધા છે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ ૩૭૦ હટાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર અહીંની મુલાકાતે છે. પીએમ અહીં લગભગ ૨૦ હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસમાં બનિહાલ-કાઝીગુંડ રોડ ટનલનું ઉદ્ઘાટન પણ સામેલ છે, જે હંમેશા આ કેન્દ્રશાસિત પ્રદેશના બે પ્રદેશોને જાેડશે. પીએમે આ પ્રવાસ એક ખાસ અવસર પર પસંદ કર્યો છે. રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ છે. આ ખાસ અવસર પર તેઓ સાંબા જિલ્લાની પલ્લી પંચાયતમાં યોજાનાર કાર્યક્રમમાં ભાગ લેશે અને અહીંથી તેઓ દેશભરની ગ્રામસભાઓને સંબોધિત કરશે. પીએમ મોદીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીર દરેક ક્ષેત્રમાં દેશમાં એક નવું ઉદાહરણ સ્થાપિત કરી રહ્યું છે. અહીં વિકાસના નવા આયામો સર્જાયા છે. કેન્દ્ર તરફથી મોકલવામાં આવેલ દરેક પૈસો અહીં પ્રામાણિકપણે રોકાણ કરવામાં આવે છે. હવે અહીં રોકાણકારો પણ આવી રહ્યા છે.એમ મોદીએ કહ્યું, હવે જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર સરકારની દરેક યોજનાનો લાભ મળી રહ્યો છે. અગાઉની સરકારોમાં આવું નહોતું. પહેલા સરકારી ફાઇલ દિલ્હીથી ચાલતી હતી, પછી તેને જમ્મુ-કાશ્મીર પહોંચવામાં ૨-૩ અઠવાડિયા લાગતા હતા. હવે ત્રણ અઠવાડિયામાં આટલો મોટો સોલાર પ્લાન્ટ લગાવવામાં આવ્યો. પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકારના પ્રયાસોને કારણે આજે બનિહાલ-કાઝીગુંડ ટનલનું કામ ઝડપથી પૂર્ણ થયું છે અને શ્રીનગરનું અંતર ૨ કલાક ઓછું થયું છે. હવે આ બંને વર્ષના ૧૨ મહિના માટે એકબીજા સાથે જાેડાયેલા રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ટૂંક સમયમાં કન્યાકુમારીથી વૈષ્ણોદવી સુધીના રોડનું નિર્માણ કાર્ય શરૂ થશે. અહીં પ્રવાસીઓની સંખ્યામાં વધુ વધારો થશે. પીએમએ લોકોને કહ્યું કે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દરેક જિલ્લામાં ૭૫ સરોવર બનાવવાના છે. અમૃત સરોવર પર બધાએ સાથે મળીને કામ કરવું પડશે. દરેક જિલ્લામાં ૭૫ તળાવો બનાવવા પડશે. અમૃત સરોવરનું નામ શહીદોના નામ પર રાખો.