Delhi

પ્રયાગરાજના સફાઈકર્મીએ ૧૦ વર્ષથી પોતાનો પગાર ઉપાડ્યો જ નથીં

નવીદિલ્હી
ભારતમાં અવનવા પ્રયોગો થતા રહે છે અવનવી વાનગીઓ બને છે ભારતમાં અનેક જ્ઞાતિ, ધર્મ, સંપ્રધાય જેના કારણે જ ભારતમાં વિવિધ તહેવારો, ઉત્સવો ઉજવાય છે અને આવા વચ્ચે ભારતના અનેક લોકોમાં પણ વિવિધતા જાેવા મળે છે ત્યારે પ્રયાગરાજમાં સીએમઓ ઓફિસના કુષ્ટ રોગ વિભાગમાં એક સફાઇ કર્મચારી કરોડપતિ છે. તેના ખાતામાં ૭૦ લાખ રૂપિયા છે અને તેની પાસે જમીન અને મકાન પણ છે. રસપ્રદ વાત એ છે કે તેણે છેલ્લા ૧૦ વર્ષથી પોતાનો પગાર ઉપાડ્યો નથી. બેંક વાળા તેને પોતાનો પગાર ઉપાડવાની વિનંતી કરી રહ્યા છે. ધીરજ પોતાનો ખર્ચ લોકો પાસેથી પૈસા માંગીને કાઢે છે. લોકોને પગે લાગીને પૈસા માંગે છે. ધીરજ નામનો આ વ્યક્તિ ખરાબ કપડા પહેરીને સીએમઓ ઓફિસની આસપાસ લોકો પાસે પૈસા માંગે છે. તેને ભીખારી સમજીને લોકો પૈસા પણ આપે છે. જાેકે તે ભીખારી નથી પણ જિલ્લા કુષ્ટ રોગ વિભાગમાં સફાઇ કર્મચારી તરીકે કામ કરે છે અને તે કરોડપતિ છે. તેની માહિતી ત્યારે સામે આવી જ્યારે બેંકના કર્મચારી તે વ્યક્તિને શોધતા-શોધતા કુષ્ટ રોગ ઓફિસ પહોંચ્યા હતા. ત્યારે કર્મચારીઓને આ વાતની જાણકારી થઇ કે ધીરજ તો કરોડપતિ છે. તેણે ૧૦ વર્ષથી પોતાની સેલેરી ઉપાડી નથી. તેની પાસે પોતાનું મકાન અને ખાતામાં મોટી રકમ છે. ધીરજનો પહેરવેશ અને ગંદા કપડા જાેઈને લોકો તેને ભીખારી સમજે છે. લોકો તેને પૈસા પણ આપે છે. ધીરજના પિતા આ વિભાગમાં સફાઇ કર્મચારી તરીકે કામ કરતા હતા. તેમના મોત પછી ધીરજને ૨૦૧૨માં તેમના સ્થાને નોકરી મળી હતી. ત્યારથી તેણે પોતે પોતાની સેલેરી બેંકમાંથી ઉપાડી નથી. તે અધિકારીઓ અને કર્મચારીઓ પાસે પૈસા માંગીને પોતાનો ઘર ખર્ચ ચલાવે છે. તેની માતાને પેન્શન પણ આવે છે. જાેકે એક ખાસ વાત એ છે કે ધીરજ સરકારને ઇન્કમ ટેક્સ પણ આપે છે. કરોડપતિ ધીરજ પોતાની માતા અને બહેન સાથે રહે છે. તે લગ્ન કરવા માંગતો નથી. તેનું કારણ છે કે તેને ડર છે કે તેની રકમ કોઇ લઇ ના લે. કર્મચારીઓનું માનવામાં આવે તો ધીરજ થોડો મગજથી નબળો છે. જાેકે ઇમાનદારી અને મહેનતથી કામ કરે છે.

One-Cleaner-men-Salary-not-taken-up-last-10-years.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *