Delhi

ફેક વિડીયો ફેલાવતા સોશિયલ મીડીયા એકાઉન્ટ બ્લોક

નવીદિલ્હી
સૂચના અને પ્રસારણ મંત્રાલયેએ કેબિનેટ બ્રીફિંગના મોર્ફ કરેલા વિડિયોને પ્રસારિત કરવા અને નફરતની સામગ્રીને પ્રોત્સાહન આપવા માટે ્‌ુૈંંીિ, હ્લટ્ઠષ્ઠીર્હ્ર્વા અને ટેલિગ્રામ પર ઘણા એકાઉન્ટ્‌સ સામે કાર્યવાહી કરી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે તેને ચોક્કસ હેન્ડલ, એકાઉન્ટ્‌સ અને ચેનલો વિશે ઘણી ફરિયાદો મળી છે. આ તમામ એકાઉન્ટ્‌સ ખોટી સામગ્રી શેર કરવા માટે ઉપયોગમાં લેવાતા હતા અને સમુદાયો વચ્ચે નફરત પેદા કરવાનો પ્રયાસ કરતા હતા. વધુમાં, સોશિયલ મીડિયા પર ઘણા વીડિયોઝ ફરતા હોય છે, જેમાં તાજેતરના મોર્ફ કરેલા વીડિયોનો સમાવેશ થાય છે જેમાં કથિત રીતે સુપરિમ્પોઝ કરીને કેબિનેટ બ્રીફિંગ ઓડિયો સાથે બતાવવામાં આવ્યું હતું. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ટ્‌વીટ કરીને જણાવ્યું કે ૭૩ ટિ્‌વટર હેન્ડલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, ચાર યુટ્યુબ વીડિયો ઉતારી લેવામાં આવ્યો છે અને એક ઈન્સ્ટાગ્રામ ગેમ પણ ઉતારી લેવામાં આવી છે. તેમણે કહ્યું કે આ એકાઉન્ટ્‌સના યુઝર્સની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમની સામે કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે અને આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. મહિલાઓ વિરુદ્ધ અપમાનજનક સામગ્રી શેર કરવા બદલ ટેલિગ્રામ ચેનલો અને ફેસબુક એકાઉન્ટ્‌સ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. મંત્રાલય દ્વારા આવા યુટ્યુબ એકાઉન્ટ્‌સ સામે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવે તેની ખાતરી કરવા માટે ફેસબુક, ટિ્‌વટર અને ટેલિગ્રામનો સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે.

Social-Media-Hender-More-Channel-and-Accounts-Delete-by-The-Goverment.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *