Delhi

ફ્લાઇટમાં પેસેન્જરનો જીવ બચાવીને રાજ્યપાલ બન્યા દેવદૂત

નવીદિલ્હી
તેલંગાણાના રાજ્યપાલ ડો. તમિલિસાઈ સુંદરરાજને શનિવારે સરાહનીય કાર્ય કર્યું છે. તેઓ દિલ્હીથી હૈદરાબાદ જતી ફ્લાઈટમાં ઉડાન ભરી રહ્યા હતા. તે સમયે તેમના સહયાત્રી માટે તેમણે એક ડોકટરની ભૂમિકા ભજવી હતી. ઈન્ડિગોની ફ્લાઈટમાં એર હોસ્ટેસ તરફથી પેનિક કોલ આવ્યો હતો કે શું આ ફ્લાઈટમાં કોઈ ડોકટર છે? ડો. સુંદરરાજને ટિ્‌વટ કર્યું કે એક યાત્રીને ખૂબ જ પરસેવો થઈ રહ્યો હતો, તે સમયે ડો. તમિલિસાઈ સુંદરરાજન તેની પાસે ગયા હતા. યાત્રીમાં અપચાના લક્ષણ જાેવા મળી રહ્યા હતા. ડો. સુંદરરાજને યાત્રીને સીધા સુવડાવી દીધી અને તેની પ્રાથમિક તપાસ કરી અને દવાઓ આપી હતી. ત્યારે દર્દીની સાથે સાથે અન્ય યાત્રીઓના ચહેરા પર પણ ખુશી જાેવા મળી હતી. ફ્લાઈટે હૈદરાબાદમાં લેન્ડ કર્યું ત્યારે બિમાર યાત્રીને વ્હીલચેયર પર એરપોર્ટ પરના મેડિકલ બૂથ પર લઈ જવામાં આવ્યા હતા. ડો. સુંદરરાજને સમય સૂચકતા વાપરવા અંગે અને સુવિધા આપવા અંગે એર હોસ્ટેસ અને કર્મચારીઓની સરાહના કરી અને એરલાઈન માટે કેટલાક સૂચનો પણ કર્યા. રાજ્યપાલે જણાવ્યું કે, ફ્રર્સ્ટ એઈડ કિટનો ઉપયોગ કરી શકાય તે રીતે રાખવી જાેઈએ એને સામગ્રીનું દૈનિક રૂપે વેરિફિકેશન કરવું જાેઈએ. તેમણે ઈન્ડિગો એરલાઈનને સૂચન કર્યું કે, યાત્રા કરનાર ડોકટરોનો ચાર્ટ રજૂ કરવો જાેઈએ, રેલવેમાં પણ ઈમરજન્સી સમયે આ પ્રકારે કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે, સવારના ૪ વાગી રહ્યા હતા અને તે કોલ પિક અપ કરવા માટે ઊભા થયા હતા. ઊંઘના સમયે કોઈ વ્યક્તિ કોલ પર ધ્યાન ન આપી શકે. રાજ્યપાલે એરલાઈનને સલાહ આપી કે, ફ્લાઈટમાં બિમાર વ્યક્તિની મદદ કરવા માટે ક્રૂ મેમ્બરને કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન (ઝ્રઁઇ) તાલીમ આપવી જરૂરી છે. મારી તમામ નાગરિકને સલાહ છે કે, ઈમરજન્સી પરિસ્થિતિમાં અન્ય લોકોને બચાવવા માટે ઝ્રઁઇ તાલીમ લેવી જરૂરી છે. જેથી તમામ નાગરિકોએ આ તાલીમ લેવી જાેઈએ,. ડો. સુંદરરાજને પોતાનું કરિઅર સ્.મ્.મ્.જી., ગાયનેકોલોજીમાં ઁ.ય્. પૂર્ણ કર્યા બાદ મેડિકલ પ્રેક્ટીશનર તરીકે શરૂ કર્યું હતું. રાજનીતિમાં આવતા પહેલા તેઓ એક ફિઝિશિયન હતા. તેલંગાણાના રાજ્યપાલે તાજેતરમાં ભદ્રાદ્રી-કોઠાગુડેમ જિલ્લાના પૂરથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. ભારે વરસાદ અને કીચડ હતો, તેમ છતાં તેમણે તે વિસ્તારની મુલાકાત લીધી હતી અને રાહત શિબિરમાં લોકો સાથે વાત કરી હતી.

15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *