Delhi

બાંગ્લાદેશ સિરીઝ પછી ફાઈનલમાં ટીમ ઈન્ડિયાનું સ્થાન સમજાે WTCનું ગણિત

નવીદિલ્હી
ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને તેમના જ ઘરઆંગણે હરાવીને કમાલ કરી દીધો છે. બે ટેસ્ટ મેચની સીરીઝમાં ટીમ ઈન્ડિયાએ ૨-૦થી જીત હાંસિલ કરી છે. ભારતની વર્ષ ૨૦૨૨માં આ છેલ્લી સીરિઝ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ જીત હાંસલ કરી છે. હવે ટીમ ઈન્ડિયાની નજર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ પર ટકેલી છે, કારણ કે આ સીરિઝમાં જીતની સાથે ભારતની સ્થિતિ ઘણી મજબૂત થઈ ગઈ છે. બાંગ્લાદેશ વિરુદ્ધ મળેલી ૨-૦થી જીત બાદ ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ ટેબલમાં નંબર-૨ પર પહોંચી ગઈ છે. હવે ભારતના આગળ માત્ર ઓસ્ટ્રેલિયા જ છે, તેમના વિરુદ્ધ ભારતને હવે પોતાના ઘરઆંગણે જ ટેસ્ટ સીરિઝ રમવાની છે. એવામાં ટીમ ઈન્ડિયાના ફાઈનલમાં પહોંચવાનો સોનેરી અવસર છે. બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતને જ્યારે પહેલી ટેસ્ટ મેચમાં જીત મળી હતી, ત્યારે તેઓ નંબર-૩ પર હતો. હવે ૨-૦ની જીતની સાથે સાથે ઓસ્ટ્રેલિયા સામે સાઉથ આફ્રિકાને મળેલી હારના કારણે ટીમ ઈન્ડિયાને ઘણો ફાયદો મળ્યો છે. સીરિઝ પુરી થયા બાદ ભારતની જીતની ટકાવારી ૫૮.૯૩ ટકા થઈ ગઈ છે, જ્યારે ત્રીજા નંબર પર સાઉથ આફ્રિકા છે જે ૫૪.૫૫ ટકા જીતની ટકાવારી છે. આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટીમ ઈન્ડિયાએ ૮ મેચ જીતી છે, ૪ મેચ હારી છે અને ૨ મેચ ડ્રો પણ રહી છે. ટીમ ઈન્ડિયા અત્યાર સુધી ૫ સીરિઝ રમી ચુકી છે, જ્યારે તેનાથી પાંચ પોઈન્ટ પેનલ્ટીમાં પણ ગુમાવ્યા છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પોઈન્ટ ટેબલમાં ટોપ-૨માં રહેનાર ટીમની વચ્ચે થાય છે. ગત વખતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી, જેમાં ન્યૂઝીલેન્ડે જીત હાંસલ કરી હતી. ટીમ ઈન્ડિયાને આ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં હજું ૪ મેચ રમવાની બાકી છે, જે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનાર છે. એવામાં ટીમ ઈન્ડિયાને જાે ફાઈનલમાં પોતાની જીત પાક્કી કરવી છે, તો ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને સીરિઝમાં માત આપવી જ પડશે. ટીમ ઈન્ડિયા જાે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૪-૦થી હરાવી દેશે તો ભારતનો જીતની ટકાવારી ૬૮.૧ થશે અને તે લગભગ ફાઈનલમાં પહોંચી જશે. જાેકે, ઓસ્ટ્રેલિયાને માત આપવી એટલી સરળ રહેશે નહીં અને અહીં ટીમ ઈન્ડિયાને જીત મેળવવા માટે એડીચોટીનું જાેર લગાવવું પડશે.

Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *