Delhi

ભાજપ પોતાનો ચુંટણી પ્રચાર સોશિયલ મિડીયાના માધ્યમથી કરશે

નવીદિલ્હી
કોરોનાના વધતા જતા કેસોને જાેતા ચૂંટણી પંચે ૧૫ જાન્યુઆરી સુધી કોઈપણ પ્રકારની ચૂંટણી રેલી પર પ્રતિબંધ મૂક્યો હતો, જ્યારે ૨૨ જાન્યુઆરી સુધી રોડ શોની પણ મંજૂરી નથી. જાેકે હવે ચૂંટણી પંચે આમાં થોડી છૂટછાટ આપી છે. કારણ કે ૧૦ ફેબ્રુઆરીથી જ પાંચ રાજ્યો યુપી, ઉત્તરાખંડ, મણિપુર, પંજાબ અને ગોવામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. યુપીમાં તમામ ૪૦૩ વિધાનસભા બેઠકો માટે ૭ તબક્કામાં ચૂંટણી યોજાશે. મણિપુરમાં ૬૦ બેઠકો માટે બે તબક્કામાં ૨૭ ફેબ્રુઆરી અને ૩ માર્ચે ચૂંટણી યોજાશે. પંજાબમાં ૧૧૭ બેઠકો માટે ૨૦ ફેબ્રુઆરીએ મતદાન થશે, જ્યારે ઉત્તરાખંડમાં ૭૦ વિધાનસભા બેઠકો અને ગોવામાં ૪૦ વિધાનસભા બેઠકો માટે ૧૪ ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થશે. ૧૦ માર્ચે મતગણતરી થશે અને તે જ દિવસે ચૂંટણી પરિણામો જાહેર થશે.પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ તૈયારીઓમાં વ્યસ્ત છે. કોરોનાને કારણે, આ રાજ્યોમાં કોઈપણ પ્રકારની શારીરિક રેલી પર ચૂંટણી પંચ દ્વારા હાલમાં પ્રતિબંધ છે. તેથી પાંચેય રાજ્યોમાં ભાજપે હાઇબ્રિડ ચૂંટણી રેલીની તૈયારી કરી લીધી છે. પાર્ટીએ વધુમાં વધુ લોકોને હાઈબ્રિડ મોડમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાવવાની યોજના બનાવી છે. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે કોવિડ-૧૯ની ગાઈડલાઈન્સને ધ્યાનમાં રાખીને પાર્ટીએ ચૂંટણી પ્રચાર માટે નવી રણનીતિ બનાવી છે, જે હાઈબ્રિડની સાથે હાઈટેક હશે. પાંચ રાજ્યોમાં ભાજપની નાની ચૂંટણી રેલી હાઈબ્રિડ મોડમાં મોટી ચૂંટણી રેલીમાં પરિવર્તિત થશે. તમામ નાની રેલીઓનું સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. એક રેલીમાં ઓછામાં ઓછા બે લાખ લોકોને આવરી લેવાની યોજના છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આ અંગે પાર્ટીના ઘણા મોટા નેતાઓને કહ્યું છે કે તમામ રેલીઓ હાઇબ્રિડ મોડમાં હશે. જેપી નડ્ડાએ વધુમાં કહ્યું છે કે ચૂંટણી પ્રચારમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ નાના કાર્યક્રમને સંબોધિત કરશે જ્યારે આ ભાષણ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ પ્રસારિત કરવામાં આવશે. આ સાથે જ આ ભાષણો અલગ-અલગ વિસ્તારોમાં ફરીવાર બતાવવામાં આવશે.આ જ તર્જ પર પશ્ચિમ બંગાળ અને બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે વ્યાપક પ્રચાર કર્યો હતો. હવે એ જ ડિજિટલ અને હાઇબ્રિડ પ્રચાર માધ્યમ હેઠળ રાજ્યના વિવિધ ભાગોમાં મોટી એલઇડી સ્ક્રીન લગાવવામાં આવશે. નેતાઓના ભાષણોનું યુટ્યુબ, ફેસબુક, ટિ્‌વટર સહિતના અન્ય માધ્યમો દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *