નવીદિલ્હી
દિલ્હીમાં એમસીડી ચૂંટણી પહેલા બીજેપી નેતા સંબિત પાત્રાએ આમ આદમી પાર્ટીના નેતા મુકેશ ગોયલ વિરુદ્ધ સ્ટિંગ ઓપરેશન શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીના મધ્યપ્રદેશના પ્રભારી એવા કટ્ટર ભ્રષ્ટ પક્ષના કટ્ટર ભ્રષ્ટ નેતા મુકેશ ગોયલનું સ્ટિંગ સામે આવ્યું છે. આખી આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારમાં સામેલ છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મુકેશ ગોયલ પર પણ નિશાન સાધ્યું. પાત્રાએ કહ્યું કે, ગોયલે સ્ઝ્રડ્ઢ ચૂંટણી માટે ગેરકાયદેસર વસૂલાત કરી છે. તેમણે કહ્યું કે કેજરીવાલ તેમના વિના કોઈ ર્નિણય લેતા નથી અને આ લોકોએ મળીને સ્ઝ્રડ્ઢ ટિકિટ વેચી છે. આપની દારૂની નીતિને લઈને ભાજપે અગાઉ એક સ્ટિંગ ઓપરેશન જારી કર્યું હતું. સીબીઆઇની એફઆઇઆરમાં આરોપી નંબર ૯ અમિત અરોરાનો વીડિયો સામે આવ્યો હતો. આ વિડિયો જાહેર કરતી વખતે ભાજપે કહ્યું કે કમિશન પોતે નક્કી કરીને આપએ પોતાના લોકોને ફાયદો કરાવ્યો છે. આ કૌભાંડના પૈસા પંજાબ અને ગોવાની ચૂંટણીમાં વાપરવામાં આવ્યા હતા. ભાજપે કહ્યું કે જાે સ્ટિંગ વીડિયો સામે છે છતા અરવિંદ કેજરીવાલ કેમ પગલાં લેતા નથી. પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કથિત દારૂ કૌભાંડના આરોપી અમિત અરોરાના કથિત સ્ટિંગ ઓપરેશનનો ઉલ્લેખ કર્યો. તેમણે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરતાં કહ્યું કે તેઓ કાં તો આ મામલે પગલાં લે અથવા ભ્રષ્ટાચાર સામે પગલાં લેવા અંગેના તેમના અગાઉના નિવેદનો માટે જાહેર માફી માંગે. ત્રિવેદીએ કહ્યું કે, આમ આદમી પાર્ટીના કૌભાંડના સ્ટિંગ સામે આવ્યા છે, કૌભાંડના આરોપી નંબર-૯ અમિત અરોરાએ સમગ્ર પોલ ખુલ્લી પાડી દીધી છે. કોની પાસેથી કેટલા રૂપિયા લેવામાં આવ્યા, કેવી રીતે કૌભાંડ થયું આ તમામ બાબતોનો પર્દાફાશ થયો છે. સમગ્ર કૌભાંડ માટે જ પોલીસી તૈયાર કરવામાં આવી હતી.
