Delhi

ભારત-રેસ્ટ ઓફ ઇન્ડિયા મેચ યોજવા બોર્ડને સરકારનો પ્રસ્તાવ

નવીદિલ્હી
ભારતની સ્વતંત્રતાના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે ભારતીય ક્રિકેટ ટીમ અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે એક ક્રિકેટ મેચનું આયોજન કરવા માટે ભારત સરકારે એક પ્રસ્તાવ રજૂ કર્યો છે અને તેને લગતો એક પત્ર ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ને લખી મોકલ્યો છે. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે આ પત્ર મોકલનારા સાંસ્કૃતિક મંત્રાલયના અધિકારીઓ બીસીસીઆઈના ટોચના અધિકારીઓ સાથે મંત્રણા કરી રહ્યા છે અને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે ભારતના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ તથા મોખરાના વિદેશી ખેલાડીઓ વચ્ચે એક ક્રિકેટ મેચ યોજાય તે માટે પ્રયાસ કરી રહ્યા છે. આવો પ્રસ્તાવ મળ્યો છે અને હાલના તબક્કે તેની ઉપર વિચારણા ચાલી રહી છે કેમ કે આ પ્રકારની મેચ યોજવા માટે ઓપરેશનલ અને લોજિસ્ટિક સમસ્યાનો સામનો કરવાનો હોય છે. જેમાં વિદેશી ક્રિકેટરને બોલાવવાના હોય છે. તેમણે ઉમેર્યું હતું કે સરકાર તરફથી અમને મળેલા પ્રસ્તાવમાં ૨૨મી ઓગસ્ટે ભારતીય ઇલેવન અને વર્લ્ડ ઇલેવન વચ્ચેની મેચ યોજવાની વિનંતી છે. વર્લ્ડ ઇલેવન માટે અમારે ૧૩થી ૧૪ ઇન્ટરનેશનલ ખેલાડીની જરૂર પડવાની છે અને તેઓ હાલમાં ઉપલબ્ધ છે કે નહીં તે પણ જાેવાનું રહેશે. આ જ સમયગાળામાં ઇંગ્લેન્ડમાં ડોમેસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ રમાતી હશે અને સાથે સાથે વેસ્ટ ઇન્ડિઝમાં કેરેબિયન પ્રીમિયર લીગ રમાતી હશે. આમ મોટા ભાગના ખેલાડી વ્યસ્ત હશે. આ ખેલાડીઓને આર્થિક પેકેજ આપવા બાબતે પણ બોર્ડે વિચારવું પડશે.દરમિયાન જુલાઈની ૨૨ અને ૨૬મીએ બર્મિંગહામમાં આઇસીસીની બેઠક યોજાનારી છે જેમાં ભારતીય ક્રિકેટ બોર્ડના અધિકારીઓ અન્ય દેશના બોર્ડના અધિકારીઓને મળીને આ મામલે વાત કરશે જેથી તેઓ પોતાના દેશના ખેલાડીઓને ભારતમાં આ મેચ રમવા આવવા માટે મંજૂરી આપી શકે. જાેકે ભારતને આ માટે એક ટીમની રચના કરવામાં ખાસ તકલીફ પડશે નહીં કેમ કે ભારતીય ટીમ ૨૦મી ઓગસ્ટે ઝિમ્બાબ્વે સામે અંતિમ મેચ રમ્યા બાદ વતન પરત ફરી જશે.

File-02-Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *