નવીદિલ્હી
ભારત અને શ્રીલંકા વચ્ચે ટી૨૦માં સૌથી વધુ સિક્સર મારવાનો રેકોર્ડ કુશલ પરેરાના નામે છે. પરેરાએ ભારત સામે નવ મેચ રમી છે જેમાં કુલ ૧૪ સિક્સર ફટકારી છે. ભારતના નવા કેપ્ટન રોહિત શર્માનું નામ બીજા નંબર પર છે. જાે કે રોહિત અને પરેરાના નામે ૧૪-૧૪ સિક્સર છે, પરંતુ રોહિત પરેરા કરતા વધુ મેચ રમ્યો છે. રોહિતે શ્રીલંકા સામે ૧૫ મેચમાં આ ૧૪ સિક્સર ફટકારી છે. રોહિત આ સિરીઝમાં આ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. ભારતના અનુભવી બેટ્સમેન શિખર ધવન ત્રીજા નંબર પર છે. જાેકે, ધવન આ સિરીઝમાં ટીમનો ભાગ નથી. તેણે શ્રીલંકા સામે ૧૨ મેચમાં ૧૨ સિક્સર ફટકારી છે. ભારતની બે વર્લ્ડ કપ જીતમાં મહત્વનો ભાગ ભજવનાર યુવરાજ સિંહ આ મામલે ચોથા નંબર પર છે. યુવરાજે ૨૦૦૯થી ૨૦૧૬ દરમિયાન શ્રીલંકા સામે નવ ટી-૨૦ મેચ રમી અને ૧૧ સિક્સર ફટકારી. કેએલ રાહુલ અને શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ આ પ્રવાસમાં ૧૦-૧૦ સિક્સર ફટકારી છે. રાહુલે શ્રીલંકા સામે રમાયેલી આઠ મેચમાં જ્યારે દાસુને ૧૫ મેચમાં આટલી સિક્સ ફટકારી છે. રાહુલ ઈજાના કારણે આ સિરીઝનો ભાગ નથી. આવામાં દાસુન તેને પાછળ છોડી શકે છે.ભારત અને શ્રીલંકા વચ્ચે બુધવારથી ત્રણ મેચની ટી૨૦ સિરીઝ શરૂ થઈ રહી છે. ભારતીય ટીમે તાજેતરમાં ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં બે વખતની વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું. ભારતે ત્રણ મેચની ટી૨૦આઈ શ્રેણીમાં ૩-૦થી જીત મેળવી હતી. હવે શ્રીલંકા સામે પણ રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયા પણ એવું જ ઈચ્છશે. બંને ટીમો આ સીરીઝ જીતવા માટે લડશે, પરંતુ બંને ટીમના ખેલાડીઓ પણ અલગ જ લડાઈ કરતા જાેવા મળશે. આ લડાઈ સિક્સરની લડાઈ છે.