નવીદિલ્હી
પાકિસ્તાન અત્યાર સુધી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સીધો દ્વિમાર્ગીય વેપાર કરવાની મંજૂરી આપી રહ્યું ન હતું. પાકિસ્તાનનું કહેવું છે કે તેણે અફઘાનિસ્તાનમાં ખરાબ માનવીય સ્થિતિને જાેતા માત્ર એક જ વખત માટે ૫૦ હજાર ટન ઘઉં મોકલવાની મંજૂરી આપી છે. આ ઘઉં વાઘા બોર્ડર મારફતે કાબુલ મોકલવામાં આવશે. અગાઉ, પાકિસ્તાને ભારતીય સહાય પર એમ કહીને રોક લગાવી દીધી હતી કે તે આ ઘઉંને પાકિસ્તાની ટ્રકોમાં ભરીને સંયુક્ત રાષ્ટ્રના બેનર હેઠળ અફઘાનિસ્તાન મોકલવાની મંજૂરી આપશે. પાકિસ્તાનની આ નાપાક હરકતો જાેઈને ભારતે વધુ એક પ્રસ્તાવ મૂક્યો. ભારતે કહ્યું કે તે આ ઘઉં કાં તો ભારતીય અફઘાન ટ્રક મારફતે અથવા અફઘાન ટ્રક મારફતે મોકલશે. હવે અનેક રાઉન્ડની વાટાઘાટો બાદ એ વાત પર સહમતિ બની છે કે ભારતીય ઘઉં અફઘાન ટ્રકોમાં લોડ કરવામાં આવશે અને અફઘાનિસ્તાનના કોન્ટ્રાક્ટરોની યાદી પાકિસ્તાન સાથે શેર કરવામાં આવશે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અસીમ ઈફ્તિખારે શુક્રવારે કહ્યું હતું કે તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને પાકિસ્તાન ભારત તરફથી ઘઉં ભરેલી પ્રથમ ટ્રક મોકલવાની તારીખની રાહ જાેઈ રહ્યું છે. પાકિસ્તાની અખબારે દાવો કર્યો છે કે આ ઘઉં ફેબ્રુઆરીની શરૂઆતમાં મોકલવામાં આવશે. કરાર મુજબ ભારતે કુલ ૩૦ દિવસમાં ૫૦ હજાર ટન ઘઉં અફઘાનિસ્તાન મોકલવાના રહેશે. એવું માનવામાં આવે છે કે તાલિબાનના વિદેશ મંત્રીના દબાણમાં પાકિસ્તાને ભારતની શરત સ્વીકારવી પડી છે.અફઘાનિસ્તાનના ગરીબીથી પીડિત લોકો માટે ભારત દ્વારા મોકલવામાં આવતા ઘઉં પર પાકિસ્તાનનો અવરોધ હવે સમાપ્ત થઈ ગયો છે. ભારતના ઘઉં હવે ફેબ્રુઆરીના શરૂઆતના દિવસોમાં પાકિસ્તાન થઈને અફઘાનિસ્તાન જવાનું શરૂ કરશે. પાકિસ્તાને ઘણા મહિનાના વિલંબ પછી આખરે ભારતીય ઘઉંને અફઘાનિસ્તાન જવાની મંજૂરી આપી દીધી. આ એક દુર્લભ પ્રસંગ હશે જ્યારે ભારતમાંથી ઘઉં સીધા પાકિસ્તાન થઈને અફઘાનિસ્તાન જશે.
