Delhi

ભારતમાં ફરી કોરોનાના કેસની ઝડપ વધી રહી છે જે રોગપ્રતિકારણ શક્તિને નબળી પાડશે ઃ વૈજ્ઞાનિક

નવીદિલ્હી
વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્ય સ્વામીનાથને કહ્યું છે કે કોવિડ-૧૯ ઓમિક્રોનના સબ વેરિયન્ટ મ્છ.૪ અને મ્છ.૫ ભારતના ઘણા વિસ્તારોમાં ઝડપથી ફેલાઈ રહ્યા છે. સ્વામીનાથને કહ્યું કે આ મિની કોરોના વેવની શરૂઆત હોઈ શકે છે. નોંધનીય છે કે મહારાષ્ટ્ર સહિત દેશના ઘણા રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ગુરુવારે ૭૦૦૦ થી વધુ કેસ મળી આવ્યા હતા. સ્વામીનાથને જણાવ્યું હતું કે હાલમાં જે સબ વેરિયન્ટ જાેવામાં આવી રહ્યા છે તે મૂળ ઓમિક્રોન મ્છ.૧ કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યા છે અને એવી શક્યતા પણ છે કે તે ઝડપથી રોગપ્રતિકારક શક્તિને નબળી પાડશે. એવું પણ જાેવામાં આવી રહ્યું છે કે દર ૪ થી ૬ મહિનામાં કોરોનાની એક નાની લહેર આવે છે. અત્યારે જે કેસ આવી રહ્યા છે તે આ પ્રકારના છે. તેમણે કહ્યું કે આ વેરિઅન્ટનો સામનો કરવા માટે કોરોનાના તમામ પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે, પરંતુ હવે વેરિઅન્ટને પણ ટ્રેક કરવું જરૂરી બની ગયું છે. હવે કોરોના ટેસ્ટ ઘરે જ ઉપલબ્ધ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, આના કારણે કેસ ઓછા જાેવા મળે તેવી સંભાવના છે. અત્યારે હોસ્પિટલોમાં દાખલ દર્દીઓ પર નજર રાખવાની જરૂર છે. ઉપરાંત, ઉચ્ચ જાેખમ ધરાવતા લોકો, ખાસ કરીને ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ આપવો જાેઈએ. તેમણે કહ્યું કે મ્છ ૪ અને મ્છ ૫ વેરિઅન્ટને કારણે દક્ષિણ આફ્રિકામાં કોરોનાની પાંચમી લહેર આવી છે. જાેકે આ લહેર પ્રમાણમાં નાની હતી. જાણીતા વાઈરોલોજિસ્ટ અને ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ, વેલ્લોરના પ્રોફેસરે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે તે સ્પષ્ટ છે કે આપણે અત્યારે જે જાેઈ રહ્યા છીએ તે ઓમિક્રોનનું પેટા પ્રકાર છે. તે એવા લોકોને ફરીથી સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવે છે જેઓ પહેલાથી જ ચેપગ્રસ્ત છે. પરંતુ આનાથી લોકો ગંભીર રીતે બીમાર નહીં થાય. અત્યારે એ જ લોકો સૌથી વધુ જાેખમની શ્રેણીમાં છે જેમને રસી આપવામાં આવી નથી અથવા જેઓ અન્ય કોઈ રોગથી પીડિત છે.

WHO-Scitist-virus.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *