નવીદિલ્હી
બ્રિટન, જર્મની, ઈટાલી સહિત વિશ્વના લગભગ ૨૯ દેશોમાં આ રોગના દર્દીઓ મળી આવ્યા છે. આ રોગમાં શરીર પર શીતળાની જેમ ફોલ્લીઓ થાય છે. અત્યાર સુધી આ રોગના કારણે એક પણ દર્દીના મૃત્યુનો કેસ નોંધાયો નથી, પરંતુ રોગચાળાના ચેપને કારણે લોકોમાં ભયનો માહોલ છે.કોરોના વાયરસે સમગ્ર વિશ્વને ભરડામાં લીધું બાદ ફરી એકવાર ખતરનાક વાયરસે લોકોમાં ફફડાટ ફેલાવ્યો છે. આ વાયરસ બીજાે કોઈ નહીં પણ મંકીપોક્સ છે. આ વાયરસે સામાન્ય લોકો અને અનેક દેશોની સરકારોની ચિંતા વધારી દીધી છે. જાે કે, સદ્દભાગ્યે ભારતમાં હજુ સુધી આ રોગનો કોઈ કેસ નોંધાયો નથી. પરંતુ સરકારે તેનાથી બચાવ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક અગ્રણી ભારતીય કંપનીએ આ રોગના પરીક્ષણ માટે નવી ઇ્-ઁઝ્રઇ કીટ લોન્ચ કરી દીધી છે. જેણા કારણે લોકો ઘરે બેઠા ટેસ્ટ કરીને જાણી શકશે કે તેમણે આ વાયરસના લક્ષણો છે કે નહીં. ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ૈંઝ્રસ્ઇ) એ જણાવ્યું છે કે ભારતમાં અત્યાર સુધી મંકીપોક્સનો એક પણ કેસ મળ્યો નથી. પરંતુ તેનો સામનો કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તમામ રાજ્યોને આ રોગના લક્ષણો શેર કરીને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. દેશની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપનીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે તેણે ઇ્-ઁઝ્રઇ કીટ વિકસાવી છે જે મંકીપોક્સના રીઅલ-ટાઇમ રિપોર્ટ્સ આપે છે. આ કીટનો ઉપયોગ કરીને એ જાણી શકાશે કે દર્દીમાં ઓર્થોપોક્સ વાયરસ એટલે કે મંકીપોક્સના લક્ષણો છે કે નહીં. રિપોર્ટ અનુસાર, ્િૈદૃૈંિર્હ ૐીટ્ઠઙ્મંરષ્ઠટ્ઠિીની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ટીમે આ ઇ્-ઁઝ્રઇ કીટ બનાવી છે. આ કિટ ૪ રંગોમાં બનાવવામાં આવી છે અને દરેક રંગમાં એક ખાસ પ્રકારની ફ્લેવરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ ટેસ્ટ એક જ સિંગલ ટ્યુબમાં સ્વેબ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે. આ ટેસ્ટમાં શીતળા એટલે કે ચેચક અને મંકીપોક્સ વિશે પણ સરળતાથી જાણી શકાશે. આ સમગ્ર પ્રક્રિયામાં માત્ર ૧ કલાકનો સમય લાગશે.