Delhi

ભારતમાં ૨ કરોડથી વધુ તરૂણોને વેક્સિનનો પહેલો ડોઝ અપાયો

,નવીદિલ્હી
ભારતમાં કોવિડ-૧૯ના ત્રીજી લહેરની ઝડપ વધી છે અને સંક્રમણના કેસ પણ સતત વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેશભરમાંથી કોરોના વાયરસના ૧.૪૧ લાખ નવા કેસ નોંધાયા છે. ફરી એકવાર કોરોનાનો ભય વધી ગયો છે. કોરોના રસીકરણ અભિયાન પર ઘણો ભાર આપવામાં આવી રહ્યો છે અને દરરોજ લાખો લોકોને રસી આપવામાં આવી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ૧૫-૧૮ વય જૂથના ૨,૦૨૩,૪,૫૮૦ કિશોરોને કોરોના રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે. ભારતમાં રસીકરણનો કુલ આંકડો હવે વધીને ૧,૫૦,૬૧,૯૨,૯૦૩ થઈ ગયો છે. ૩૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૧૮-૪૪ વર્ષની વય જૂથની ૫૧,૧૬,૪૦,૩૮૧ વ્યક્તિઓએ તેમનો પ્રથમ ડોઝ લીધો છે અને કુલ ૩૪,૮૩,૩૦,૮૦૧ લોકોને તેમનો બીજાે ડોઝ મળ્યો છે. તે જ સમયે, ૧૦,૩૮,૮,૭૭૧ આરોગ્ય કર્મચારીઓને પ્રથમ ડોઝ અને ૯૭,૩૬,૬૫૧ કર્મચારીઓને બીજાે ડોઝ આપવામાં આવ્યો છે.કોરોના રસીકરણ અભિયાનને વેગ આપતા, ભારતમાં ૩ જાન્યુઆરીથી ૧૫-૧૮ વય જૂથના બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યુ છે. દેશભરમાં અત્યાર સુધીમાં ૧૫૦.૬૧ કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ૯૦ લાખથી વધુ લોકોનુ રસીકરણ કરવામાં આવ્યુ છે. ૧૫થી ૧૮ વર્ષના કિશોરોની વાત કરીએ તો, આ વય જૂથના ૨ કરોડથી વધુ બાળકોને રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે.

Vaccine-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *