નવીદિલ્હી
દિલ્હીની નવી આબકારી નીતિને લઈને ભાજપે સોમવારે એક સ્ટિંગ ઓપરેશન વીડિયો જાહેર કર્યો. જેના પર દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાએ જવાબ આપ્યો અને કહ્યું કે મને ફસાવવાનું ષડયંત્ર રચાયું છે. તેમણે કહ્યું કે મારી પાસે પણ સ્ટિંગ છે. મનિષ સિસોદિયાએ આરોપ લગાવ્યો કે મને ફસાવવા માટે સીબીઆઈના અધિકારીઓ પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે. મને અફસોસ છે કે આ કેસ સંલગ્ન એક અધિકારીએ દબાણમાં આત્મહત્યા કરવી પડી. પીએમ મોદીને કહેવા માંગીશ કે જાે તમે મને ફસાવવા માંગતા હોવ કે રેડ કરાવવા ઈચ્છતા હોવ કે ધરપકડ કરાવવા માંગતા હોવ તો મને જણાવી દો. આ પ્રકારે અધિકારીઓ પર દબાણ બનાવવું યોગ્ય નથી. આ સાથે જ મનિષ સિસોદિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ત્રણ સવાલ કર્યા અને જવાબ માંગ્યો. મનિષ સિસોદિયાએ કહ્યું કે સીબીઆઈ અધિકારીઓ પર આટલું દબાણ કેમ બનાવવામાં આવી રહ્યું છે? તેમણે કહ્યું કે બીજાે સવાલ એ છે કે હવે ભારતની કેન્દ્ર સરકારનું કામ ફક્ત ઓપરેશન લોટસ ચલાવવાનું રહી ગયું છે? ત્રીજાે સવાલ છે કે જનતાએ ચૂંટેલી સરકારોને કચડવા માટે કેટલી કુરબાનીઓ તમે આપશો? અત્રે જણાવવાનું કે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા પર કૌભાંડનો આરોપ લગાવતા ભાજપે સોમવારે કુલવિંદર મારવાહના સ્ટિંગનો વીડિયો જાહેર કર્યો. ભાજપના દાવા મુજબ કુલવિંદર મારવાહ સની મારવાહના પિતા છે. સની મારવાહ દારૂ કૌભાંડનો આરોપ નંબર ૧૩ છે. ભાજપનો આરોપ છે કે કુલવિંદર મારવાહ એ વ્યક્તિ છે જે મનિષ સિસોદિયાના હાથમાં પોતે પૈસા પકડાવે છે. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાના નિવેદન પર ઝ્રમ્ૈં નો જવાબ આવ્યો છે. ઝ્રમ્ૈં એ સિસોદિયાના નિવેદનને ફગાવ્યું છે અને ભ્રમિત કરનારું ગણાવ્યું છે. ઝ્રમ્ૈં તરફથી કહેવાયું છે કે છછઁ નું નિવેદન દુર્ભાવનાપૂર્ણ છે.

