ન્યુદિલ્હી
આ બચત પદ્ધતિઓ એવા લોકો માટે મદદરૂપ છે જેમના માતા-પિતા કરના દાયરામાંથી બહાર છે અથવા જેમની આવક કરપાત્ર આવક કરતાં ઓછી છે. તમે તમારી કરપાત્ર આવક માતાપિતાને ભેટ તરીકે આપી શકો છો અને તેમના નામે રોકાણ કરી શકો છો. વરિષ્ઠ નાગરિકો માટે મૂળભૂત કર મુક્તિ મર્યાદા રૂ. ૩ લાખ જ્યારે ૮૦ વર્ષ અને તેથી વધુ વયના નાગરિકો માટે રૂ. ૫ લાખ સુધીની આવક ટેક્સમાંથી મુક્તિ છે. આ ઉપરાંત વરિષ્ઠ નાગરિકો માટે બેંક અથવા પોસ્ટ ઓફિસ ડિપોઝિટ પર કમાણી કરાયેલ રૂપિયા ૫૦,૦૦૦ નું વ્યાજ કરમુક્ત છે. જાે તમારા માતા-પિતાની આવક મૂળભૂત મુક્તિ મર્યાદા કરતાં વધી ગઈ હોય તો પણ તમે તેમના ટેક્સ સ્લેબ મુજબ તેમના નામે રોકાણ કરીને ટેક્સ મુક્તિનો લાભ લઈ શકો છો. માતા-પિતાને તેમના બાળક તરફથી મળતી રોકડ ભેટ કરમુક્ત છે. અને આવા રોકાણમાંથી મળેલી આવક કરપાત્ર આવકમાં ઉમેરવામાં આવશે નહીં. જાે તમારા માતા-પિતા પાસે કોઈપણ પ્રકારનો સ્વાસ્થ્ય વીમો નથી તો તમે તેમના માટે હેલ્થ પોલિસી ખરીદી શકો છો. આવકવેરાની કલમ ૮૦ડ્ઢ હેઠળ જાે માતા-પિતાની ઉંમર ૬૦ વર્ષથી ઓછી હોય તો આરોગ્ય વીમા પર ૨૫,૦૦૦નો દાવો કરી શકાય છે. જાે માતાપિતાની ઉંમર ૬૦ વર્ષથી વધુ હોય તો કર મુક્તિ મર્યાદા રૂ. ૫૦,૦૦૦ છે. નોંધનીય છે કે આ કર મુક્તિ મર્યાદાથી અલગ છે. કલમ ૮૦ડ્ઢ હેઠળ ૨૫,૦૦૦ રૂપિયા છે. કલમ ૮૦ડ્ઢ હેઠળ તમે તમારા પોતાના પરિવાર માટે સ્વાસ્થ્ય વીમા પર કર મુક્તિ મેળવી શકો છો. જાે તમે પગારદાર કર્મચારી છો તો તમે તમારા માતાપિતાને ભાડું ચૂકવીને ટેક્સ બચાવી શકો છો. ધ્યાન રાખો કે મિલકત માતા-પિતાના નામે જ હોવી જાેઈએ. તમે આવકવેરામાં વિકલાંગ માતા-પિતા પર થયેલા ખર્ચનો દાવો કરી શકો છો. આવકવેરાની કલમ ૮૦ડ્ઢડ્ઢ હેઠળ, જાે કોઈના માતા-પિતા અક્ષમ હોય તો તે વ્યક્તિ આવકવેરામાં છૂટ મેળવી શકે છે. વિકલાંગ માતા-પિતાને ૭૫૦૦૦ સુધીના ખર્ચ પર કર મુક્તિનો લાભ મળે છે પણ ૪૦% સુધી દિવ્યાંગ હોવું જરૂરી છે. જાે પરિવારમાં બે ભાઈઓ હોય તો બંને પોતાના માતા-પિતા પર ખર્ચ કરતા હોય તો જાેવામાં આવશે કે તેમનો ખર્ચ કેટલો છે. જાે બંને ભાઈઓ ૭૫-૭૫ હજાર રૂપિયા ખર્ચ કરે તો બંને ભાઈઓ ઈન્કમ ટેક્સ ક્લેમ કરી શકે છે.આવકવેરો જમા કરતી વખતે આપણે બચત યોજનાઓમાં રોકાણ કરીએ છીએ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ વીમા પોલિસી, વીમો, હોમ લોન અને ભાડા જેવી વસ્તુઓ પર છૂટ મેળવીએ છીએ. ટેક્સ પર બચત કરવાના ઘણા રસ્તાઓ છે જેને અપનાવીને તમે ટેક્સ બચાવી શકો છો તેમજ તમારી બચત અને રોકાણ વધારી શકો છો. આ ઉપરાંત કેટલીક પરોક્ષ રીતો છે જેના દ્વારા તમે ટેક્સ બચાવી શકો છો. આને માતા-પિતાના નામે કેટલીક વીમા યોજનાઓ અથવા બચત યોજનાઓમાં રોકાણ કરી શકાય છે.
