Delhi

મુંબઈ ઈન્ડિયન્સનો તિલક વર્મા આગામી મિસ્ટર આઈપીએલ બનશે

નવીદિલ્હી
મુંબઈ ઈન્ડિયન્સના યુવા સેન્સેશન તિલક વર્માએ ખુલાસો કર્યો છે કે ભૂતપૂર્વ ભારતીય બેટ્‌સમેન સુરેશ રૈના તેમના ક્રિકેટ આઈકોન છે. ડાબા હાથના બેટ્‌સમેને એવો પણ ખુલાસો કર્યો છે કે તેને બેટિંગ કરતી વખતે કવર અને સ્ટ્રેટ ડ્રાઈવ રમવાનું પસંદ છે. ૧૯ વર્ષીય, ઈન્ડિયન પ્રીમિયર લીગ માં દિલ્હી કેપિટલ્સ સામે માત્ર ૧૫ બોલમાં ૨૨ રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. તિલક વર્મા, જેમણે ૈંઁન્ ૨૦૨૨ ની મેગા હરાજી દરમિયાન તેની મૂળ કિંમત ૨૦ લાખની સામે મુંબઈ ઈન્ડિયન્સે ૧.૭ કરોડમાં ખરીદ્યો હતો. તિલક વર્માનું નામ અનકેપ્ડ ખેલાડીઓની શ્રેણીમાં આવ્યું અને ઘણી ફ્રેન્ચાઈઝીઓએ તેને ખરીદવાનો પ્રયાસ કર્યો હતો. જાે કે, સ્ૈં સનરાઇઝર્સ હૈદરાબાદ, ચેન્નાઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ સાથેના બિડિંગ યુદ્ધમાં તિલક વર્માને ટીમમાં મેળવવામાં સફળ રહી. ૧૯ વર્ષીય તિલક વર્માનો જન્મ ૮ નવેમ્બર ૨૦૦૨ના રોજ હૈદરાબાદમાં થયો હતો. તે મિડલ ઓર્ડર બેટ્‌સમેન છે. જે પાર્ટ-ટાઇમ ઓફ-સ્પિન બોલિંગ પણ કરે છે. ડાબોડી બેટ્‌સમેન ૨૦૨૦ અંડર-૧૯ ક્રિકેટ વર્લ્‌ડ કપ માટે ભારતની ટીમનો ભાગ હતો. જેમાં તેણે કુલ ૬ મેચ રમી હતી અને ૨૮.૬૬ની સરેરાશથી ૮૬ રન બનાવ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા ટિ્‌વટર પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં તેણે સુરેશ રૈનાને પોતાનો આદર્શ ગણાવ્યો હતો. પ્રતિભાશાળી ડાબા હાથના બેટ્‌સમેને ૨૦૧૮ માં આંધ્ર પ્રદેશ સામે હૈદરાબાદ માટે પ્રથમ-ક્લાસમાં પ્રવેશ કર્યો હતો. તિલક વર્માએ ૨૦૧૯માં લિસ્ટ-છ અને ્‌૨૦ ડેબ્યૂ કર્યું હતું. વિજય હજારે ટ્રોફી ૨૦૨૧-૨૨માં તે શાનદાર ફોર્મમાં હતો અને ત્યાં તેણે ૧૮૦ રન બનાવ્યા, જ્યારે બોલિંગમાં ૪ વિકેટ પણ લીધી. ડાબા હાથના બેટ્‌સમેને ગત સિઝનની સૈયદ મુશ્તાક અલી ્‌૨૦ ટ્રોફીમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેણે ૭ મેચમાં ૧૪૭.૨૬ના સ્ટ્રાઈક રેટથી ૨૧૫ રન બનાવ્યા હતા. સ્ૈં હવે રાજસ્થાન રોયલ્સ સામે રમશે. જેણે તેમની શરૂઆતની મેચમાં તેના હરીફ સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું. આ મેચ ૨જી એપ્રિલ (શનિવાર)ના રોજ ડૉ. ડી.વાય. પાટીલ સ્પોર્ટ્‌સ એકેડમી, મુંબઈ ખાતે રમાશે. પાછલી મેચમાં તેની સારી શરૂઆતને મોટા સ્કોરમાં રૂપાંતરિત કરવામાં નિષ્ફળ રહ્યા બાદ તિલક વર્મા ટૂંક સમયમાં ૈંઁન્માં મોટી ઇનિંગ્સ રમવાનું ઇચ્છશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *