નવીદિલ્હી
જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને આગામી સીજેઆઇ એટલે કે મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ ગ્રહણ કરવાથી રોકવા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે બુધવારે સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડને ૯ નવેમ્બરે મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેવાથી રોકવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી.વાસ્તવમાં આ અરજીને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે વકીલની દલીલ સાંભળ્યા બાદ અમને અરજી પર વિચાર કરવાનું કોઈ કારણ દેખાતું નથી. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે આ અરજી સંપૂર્ણપણે ભ્રામક છે. ચીફ જસ્ટિસ ઉદય ઉમેશ લલિતની અધ્યક્ષતાવાળી બેન્ચે આજે એટલે કે બુધવારે બપોરે ૧.૪૫ કલાકે આ મામલે સુનાવણી કરી હતી. ભારતના નામાંકિત મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડ ૯ નવેમ્બરે ભારતના ૫૦મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેવાના છે. તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ જસ્ટિસ ચંદ્રચુડને ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી હતી અને ઝ્રત્નૈં પદ પર તેમનો કાર્યકાળ બે વર્ષનો રહેશે. જસ્ટિસ ચંદ્રચુડ દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપતા ઝ્રત્નૈં જસ્ટિસ વાયવી ચંદ્રચુડના પુત્ર છે. તેમના પિતા ૨૨ ફેબ્રુઆરી ૧૯૭૮ થી ૧૧ જુલાઈ ૧૯૮૫ સુધી ભારતીય ન્યાયતંત્રના વડા હતા. જસ્ટિસ ચંદ્રચુડને ૧૩ મે ૨૦૧૬ના રોજ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે ઉન્નત કરવામાં આવ્યા હતા અને તેઓ ૧૦ નવેમ્બર ૨૦૨૪ના રોજ નિવૃત્ત થશે.જસ્ટિસ ઉદય ઉમેશ લલિતનું સ્થાન લેશે, જેઓ ૬૫ વર્ષની ઉંમરે નિવૃત્ત થાય છે. જસ્ટિસ લલિત ૮ નવેમ્બરે સીજેઆઇ પદ પરથી નિવૃત્ત થઈ રહ્યા છે અને આ પદ પર તેમનો ૭૪ દિવસનો ટૂંકો કાર્યકાળ હતો. જસ્ટિસ ચંદ્રચુડ, જે અસંમતિને ‘લોકશાહીના સલામતી વાલ્વ’ તરીકે જુએ છે, તે અનેક બંધારણીય બેન્ચ અને સુપ્રીમ કોર્ટની બેન્ચનો એક ભાગ રહ્યા છે જેમણે સીમાચિહ્નરૂપ ચુકાદાઓ આપ્યા છે.


