નવીદિલ્હી
મેંગલુરુથી મુંબઇ જઇ રહેલા વિમાનને ઉડાન ભરવામાં લગભગ છ કલાક જેટલું મોડું થયું હતું. એક મહિલા મુસાફરે તેની સાથે યાત્રા કરી રહેલા એક વ્યક્તિના મોબાઇલ ફોન પર શંકાસ્પદ મેસેજ આવ્યો હોવા અંગે જાણકારી આપતાં ફ્લાઇટ સમયસર ઉડાન ભરી શકી નહોતી. પોલીસે જણાવ્યું કે, તમામ મુસાફરોને વિમાનમાંથી ઉતારવામાં આવ્યા હતા અને તેમના સામાનની ફરી તપાસ કરવામાં આવી હતી. તે બાદ ઇન્ડિગોના વિમાનને રવિવારે સાંજે મુંબઇ માટે ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવી હતી. એક મહિલા મુસાફરે વિમાનમાં સવાર એક વ્યક્તિના મોબાઇલ ફોન પર એક મેસેજ જાેયો હતો અને વિમાનની ચાલક ટીમને આની જાણકારી આપી હતી. તેમણે એર ટ્રાફિક કન્ટ્રોલને આની જાણકારી આપી હતી અને ઉડાન ભરવા માટે તૈયાર વિમાનને રોકવો પડ્યો હતો. આ વ્યક્તિ તેની પ્રેમિકા સાથે મોબાઇલ પર મેસેજ દ્વારા વાતચીત કરી રહ્યો હતો. જેને તે જ એરપોર્ટ પરથી બેંગલુરુ માટે ઉડાન ભરવાની હતી. આ વ્યક્તિને પૂછપરછ માટે વિમાનમાં મુસાફરી કરતા રોકવામાં આવ્યો હતો. પૂછપરછ કલાકો સુધી ચાલી, જ્યારે તેની પ્રેમિકની બેંગલુરુની ઉડાન છૂટી ગઇ. તે બાદ તમામ ૧૮૫ મુસાફરો મુંબઇની ફ્લાઇટમાં ફરી સવાર થયા અને સાંજે પાંચ કલાકે વિમાને ફરી ઉડાન ભરી હતી. શહેર પોલીસ કમિશનર એન. શશિ કુમારે કહ્યું કે, મોડી રાત સુધી કોઇ ફરિયાદ નોંધવામાં આવી નથી. કેમ કે, આ બે મિત્રો વચ્ચે સુરક્ષાને લઇને મૈત્રીપૂર્વક રીતે થતી વાતચીત હતી.


