નવીદિલ્હી
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે જ્યાં ક્રૂડ ઓઈલની કિંમતો વધી રહી છે અને ઘણી વસ્તુઓ પણ પ્રભાવિત થઈ રહી છે. કોરોનાના કારણે પિચ અછતને કારણે પહેલાથી જ પ્રભાવિત ઈલેક્ટ્રોનિક અને મોબાઈલ ઈન્ડસ્ટ્રી પર પણ આ યુદ્ધની અસર થઈ શકે છે. નિષ્ણાતોના મતે યુદ્ધના કારણે સ્માર્ટફોનની કિંમત પર પણ અસર પડી શકે છે. યુક્રેન નિયોન ગેસનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. આ ગેસનો ઉપયોગ ચિપ બનાવવા માટે વપરાતા લેસર માટે થાય છે. આ ેં.જી. જીીદ્બૈર્ષ્ઠહઙ્ઘેષ્ર્ઠંિ-ય્ટ્ઠિઙ્ઘી દ્ર્ગીહ નો ૯૦ ટકા ભાગ મોકલે છે. ત્યારે પેલેડિયમના કિસ્સામાં વિશ્વની ર્નિભરતા રશિયા પર જ છે. રશિયા તેના ૩૫ ટકા સપ્લાય કરે છે. આ દુર્લભ ધાતુનો ઉપયોગ સેમિકન્ડક્ટર બનાવવા માટે પણ થાય છે. હવે રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ હોવાથી ઘણી કંપનીઓને તેની અસર થશે. આ સિવાય અમેરિકાના પ્રતિબંધોને કારણે રશિયા તરફથી માઈક્રોચિપનો સપ્લાય પણ બંધ થઈ જશે. આ કંપનીઓ પાસે ચીન, અમેરિકા અને કેનેડાનો વિકલ્પ હોઈ શકે છે. આ કંપનીઓ ત્યાંથી આ વસ્તુઓનું સંચાલન કરી શકે છે, પરંતુ તે અપૂરતી અને ખૂબ જ ધીમી હશે. જાે રશિયા અને યુક્રેન વચ્ચે ૮-૧૦ દિવસ સુધી યુદ્ધ ચાલુ રહે છે, તો ૧૫-૨૦ દિવસ પછી આ મોબાઈલ કંપનીઓ માટે વસ્તુઓનું સંચાલન કરવામાં સમસ્યા આવી શકે છે. જેના કારણે સેમિકન્ડક્ટર અને મોબાઈલમાં વપરાતી માઈક્રોચિપ્સનો સપ્લાય પણ અટકી જશે.


