Delhi

યુપી ચુંટણી માટે કોંગ્રેસનો ચુંટણી ઢંઢેરો જાહેર

ન્યુદિલ્હી
દેશમાં પરિવર્તનની જરૂર છે જેની શરૂઆત ઉત્તર પ્રદેશથી જ થઈ શકે. નરેન્દ્ર મોદીએ ભારતને આપેલું વિઝન નિષ્ફળ ગયું છે. આપણા યુવા, જે આપણી સૌથી મોટી શક્તિ છે, તેને પીએમ મોદીએ ડેમોગ્રાફિક ડિઝાસ્ટરમાં ફેરવી દીધી છે. દેશને જે વિઝન જાેઈએ છે તે માત્ર કોંગ્રેસ જ આપી શકે છે. આજે દેશમાં ૪૦ વર્ષમાં સૌથી વધુ બેરોજગારી છે તે દેશનું વિઝન ન હોઈ શકે. જાે યુપીને નવું વિઝન નહીં આપવામાં આવે તો દેશને પણ ન આપી શકાય. એટલા માટે અમે યુપીના યુવાનો માટે એક નવું વિઝન તૈયાર કર્યું છે.ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં એક પછી એક ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે. ેંઁમાં ૧૦ ફેબ્રુઆરીથી પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થશે. આ પહેલા તમામ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહ્યા છે અને ધીમે ધીમે પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડી રહ્યા છે. આ સંદર્ભે શુક્રવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને યુપી પ્રભારી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ દિલ્હીમાં યુવા મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો. પાર્ટીએ યુવાનોની રોજગારી, પરીક્ષા ફી અને ભરતીમાં પારદર્શિતા જેવા મુદ્દાઓ પર પોતાનો મત રજૂ કર્યો છે. આને ભરતી વિધાન એટલા માટે કહેવાયું કારણ કે યુપીમાં સૌથી મોટી સમસ્યા ભરતીની છે. આજે યુવાનો નાખુશ છે, પીડિત છે, લાયકાત ધરાવે છે પણ તેમને રોજગાર મળતો નથી. અમારો પ્રયાસ રહ્યો છે કે યુવાનોની દરેક સમસ્યાનો આ ભરતી કાયદામાં સમાવેશ કરવામાં આવે. આ ભરતી કાયદામાં યુવાનોને ૨૦ લાખ નોકરીઓ આપવાનું કહેવામાં આવ્યું છે. શિક્ષકોની ૧.૫૦ જગ્યાઓ પણ ભરવામાં આવશે. અમે જાેયું છે કે ભરતીમાં વિલંબ, પેપર લીક વગેરે થાય છે, તેથી આ સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ કાયદામાં, ભવિષ્યના નિર્માણ માટે પણ એક વિભાગ છે એટલે કે યુવાનો માટે રોજગાર કેવી રીતે શરૂ કરવી. યુપીની યુનિવર્સિટીઓમાં થોડા વર્ષોથી ચૂંટણી નથી થઈ રહી તેથી તેના માટે પણ પગલા લેવામાં આવશે એક વિભાગ યુવાનોની સુખાકારીની પણ વાત કરે છે. જેમાં તેમના સ્વાસ્થ્યથી લઈને અન્ય બાબતોનો સમાવેશ થશે. આ કાયદામાં રાજ્યના સાત કરોડ યુવાનોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. યુનિવર્સિટી, કોલેજ, ડોક્ટર, પોલીસ, આંગણવાડી કાર્યકરોમાં મોટી સંખ્યામાં ખાલી જગ્યાઓ છે જે ભરવામાં આવશે.ભરતી પ્રક્રિયામાં જે યુવાનોનો વિશ્વાસ ઉઠી ગયો છે તે પુનઃસ્થાપિત કરવામાં આવશે. ભરતી માટે ફોર્મ ભરવા માટે કોઈ પૈસા નહીં હોય, ટ્રેન, બસ વગેરેમાં આવવા-જવા માટે કોઈ પૈસા લેવામાં આવશે નહીં. સંસ્કૃત યુનિવર્સિટીઓમાં શિક્ષકોની જગ્યાઓ પર ભરતી, ઉર્દૂ શિક્ષકોની પણ કરવામાં આવશે. જ્યાં એક જ ઉદ્યોગની ૧૦૦થી વધુ ફેક્ટરીઓ છે તેને ક્લસ્ટર બનાવવામાં આવશે. જાેબ કેલેન્ડર તૈયાર કરવામાં આવશે જેમાં પરીક્ષાની તારીખથી નિમણૂકની તારીખ સુધીનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. જાે નહીં, તો દંડ વસૂલવામાં આવશે. અનામત કૌભાંડ અને ભરતી કૌભાંડ જેવા કૌભાંડો પર અંકુશ આવશે. અમારી સરકાર આવશે ત્યારે શિક્ષણનું બજેટ વધારવામાં આવશે. યુનિવર્સિટી અને કોલેજાેમાં ફ્રી વાઈ-ફાઈ, લાઈબ્રેરી, મેસ વગેરેની સુવિધા વધારવામાં આવશે. તમામ કોલેજાે અને યુનિવર્સિટીઓમાં ઈઉજી માટે પ્રી અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટેની જાેગવાઈ પણ હશે. સિંગલ વિન્ડો પણ ખોલવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *