Delhi

યુવકે યુવતીના ફોટો પોસ્ટ કર્યા, કહ્યું- “૭ લાખ આપ અથવા ઈચ્છા પૂરી કર”

નવીદિલ્હી
દિલ્હી પોલીસે એક માથાફરેલ આશિકની ધરપકડ કરી દીધી છે. તે ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાનો રહેવાસી છે. પ્રોક્સી નંબરનો ઉપયોગ કરી તે ઈ-મેલ અને કોલ દ્વારા છોકરીને હેરાન કરતો હતો. આરોપીની પાસે એક મોબાઈલ ફોન, બે સિમ કાર્ડ અને એક બેંક ચેક બુક મળી આવી છે. અન્નાવ જિલ્લા રહેવાસી અંશુલ શ્રીવાસ્તવ બીએસસી કમ્પ્યુટર સાયન્સ ગ્રેજ્યુએટ છે. પરંતુ તે એક યુવતીને એકતરફી પ્રેમ કરતો હતો. પરંતુ યુવતી તેને પસંદ નહોતી કરતી. તેમ છતાં યુવતીને ઈમ્પ્રેસ કરવા માટે અલગ અલગ તરકીબો અપનાવતો હતો. ફોન ન ઉઠાવવા પર મેલ મોકલતો હતો. કોલ કરવા માટે પ્રોક્સી નંબરનો ઉપયોગ કરતો હતો. એટલું જ નહીં, યુવતીની પરવાનગી લીધા વગર તેની તસવીરો ફેસબુક અને ઈન્સ્ટાગ્રામમાંથી લઈ બ્લેકમેલ કરતો હતો. શાતિરે પોતાના ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર યુવતીની તસવીર અપલોડ કરી દીધી હતી અને તેને દૂર કરવા માટે તેને ૧૦ લાખ રૂપિયા માગ્યા હતા. આ પછી તેણે યુવતીની મોટી બહેનને પણ ધમકી આપી હતી. પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે બહેનના ફોટા હટાવવાના બદલામાં માથાભારે ૧૦ લાખ રૂપિયા આપવા અથવા તેની ઈચ્છા પૂરી કરવાનું કહ્યું હતું. ફરિયાદ મળ્યા પછી પોલીસ એક્શનમાં આવી અને આરોપી અંશુલ શ્રીવાસ્તવ નિવાસી તાલિબ સરાયની સિદ્ધાન્ત મંદિર પાસે ધરપકડ કરી. પોલીસે જણાવ્યું કે ૧૨ સપ્ટેમ્બરે પીડિતા દ્વારા દ્ગઝ્રઇઁ પોર્ટલ પર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં તેણે આરોપ લગાવ્યો હતો કે એક વ્યક્તિ તેને મેલ અને મેસેજ દ્વારા સતત હેરાન કરી રહ્યો છે. તેની સંમતિ વિના ઇન્સ્ટાગ્રામ, વ્હોટ્‌સએપ અને ફેસબુક પર ફોટા અપલોડ કર્યા. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *