Delhi

રાજદ્રોહ કાનુન પર રોક લગાવી દીધી,આગામી જાન્યુઆરીમાં થશે સુનાવણી

નવીદિલ્હી
સુપ્રીમ કોર્ટે મે મહીનામાં રાજદ્રોહ કાનુન પર રોક લગાવી દીધી હતી. કોર્ટે કેન્દ્ર અને રાજય સરકારોને રાજદ્રોહ કાનુનની આઇપીસીની કલમ ૧૨૪એ હેઠળ કોઇ મામલો દાખલ નહીં કરવાનો આદેશ આપ્યો હતો કોર્ટે સરકારને આઇપીસીની કલમ ૧૨૪એની જાેગવાઇ પર સમીક્ષાની મંજુરી પણ આપી છે. સુપ્રીમ કોર્ટે રાજદ્વોહ કાનુન પર લાગેલ રોક હાલ જારી રાખી છે સુનાવણી દરમિયાન સુપ્રીમે કેન્દ્રની સુનાવણી ટાળવાનો આગ્રહ માન્યો હતો કેન્દ્રે અદાલતમાં તર્ક આપ્યો હતો કે સંસદના શિયાળુ સત્રમાં આ મામલા પર કંઇક નિર્ણય લઇ શકાય છે આવામાં ત્યા સુધી કેન્દ્રને સુપ્રીમ કોર્ટના રાજદ્રોહ કાનુન પર રોક લગાવવાના આદેશનું પાલન કરવું પડશે આ સાથે જ જે અરજીઓમાં પહેલા નોટીસ જારી નથી થઇ તેમાં પણ નોટીસ જારી કરવામાં આવી છે. કેન્દ્ર છ અઠવાડીયામાં તેનો જવાબ આપશે.સુપ્રીમે આગામી વર્ષ જાન્યુઆરીના બીજા અઠવાડીયામાં આ મામલા પર ફરી સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય દંડ સંહિતા (આઇપીસી)ની કલમ ૧૨૪ એ એટલે કે રાજદ્રોહની વિરૂધ્ધ અરજીઓ પર સીજેઆઇ યુયુ લલિત,ન્યાયમૂર્તિ એસ રવીદ્ર ભટ્ટ અને ન્યાયમૂર્તિ બેલા એમ ત્રિવેદીની બેંચ સુનાવણી કરી રહી છે.સુપ્રીમ કોર્ટે મેમાં રાજદ્રોહ કાનુન પર રોક લગાવી દીધી હતી કોર્ટે કેન્દ્ર અને રાજય સરકારોને રાજદ્રોહ કાનુનની આઇપીસીની કલમ ૧૨૪ એ હેઠળ કોઇ મામલો દાખલ નહીં કરવાનો આદેશ આપ્યો હતો કોર્ટે સરકારને આઇપીસીની કલમ ૧૨૪ એની જાેગવાઇ પર સમીક્ષાની મંજુરી પણ આપી છે.જાે કે અદાલતે કહ્યું હતું કે રાજદ્રોહ કાનુનની સમીક્ષા થવા સુધી સરકાર કલમ ૧૨૪એમાં કોઇ કેસ દાખલ ન કરે અને ન તો તેમાં કોઇ તપાસ કરે. કોર્ટે કહ્યું હતું કે જાે રાજદ્રોહના મામલા દાખલ કરવામાં આવે છે તો તે પક્ષ અદાલતનો દરવાજાે ખખડાવવા માટે સ્વતંત્ર છે.અદાલતોએ આવા મામલાઓનો ઝડપથી ઉકેલ લાવવો પડશે સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલતમાં કેન્દ્ર સરકાર તરફથી પક્ષ રાખ્યો હતો.મહેતાએ કહ્યું કે ગંભીર અપરાધોને દાખલ થવાથી રોકી શકાય નહીં પ્રભાવને રોકવો યોગ્ય દ્‌ષ્ટિકોણ હોઇ શકે નહીં આથી તપાસ માટે એક જવાબદાર અધિકારી હોવો જાેઇએ અને તેની સંતુષ્ટિ ન્યાયિક સમીક્ષાની અધીન છે. તેમણે વધુમાં કહ્યું કે રાજદ્રોહના મામલા દાખલ કરવા માટે એસપી રેંકના અધિકારીને જવાબદાર બનાવી શકાય છે તેમાં કોઇ મની લોન્ડ્રીંગથી જાેડાયેલ હોઇ શકે છે કે પછી આતંકીથી,લંબિત મામલા અદલાતની સામે છે આપણે અદાલતો પર વિશ્વાસ કરવાની જરૂરત છે કેન્દ્રે સુપ્રીમ કોર્ટને કહ્યું કે બંધારણીય બેંચ દ્વારા યથાવત રાખવામાં આવેલ રાજદ્રોહની જાેગવાઇ પર રોક લગાવવા માટે કોઇ આદેશ પસાર કરવો યોગ્ય પધ્ધતિ હોઇ શકે નહી. એ યાદ રહે કે રાજદ્રોહથી સંબંધિત દંડાત્મક કાનુનના દુરૂપયોગથી ચિંતિત સુપ્રીમ કોર્ટે ગત વર્ષ જુલાઇમાં કેન્દ્ર સરકારને પુછયુ હતું કે તે તેની જાેગવાઇને રદ કેમ કરી રહી નથી જે સ્વતંત્રતા આંદોલનને દબાવવા અને મહાત્મા ગાંધી જેવી લોકોને ચુપ કરાવવા માટે અંગ્રેજાે દ્વારા ઉપયોગ કરવામાં આવતો હતો જયારે અરજીઓ પર નોટિસ જારી કરતા અદાલતે જાેગવાઇના કહેવાતી રીતે દુરૂપયોગનો ઉલ્લેખ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ એક ઔપનિવેશિક કાનુન છે આ સ્વતંત્રતા આંદોલનને દબાવવા માટે હતો તેની કાનુનનો ઉપયોગ અંગ્રેજાેએ મહાત્મા ગાંધી તિલક વગેરેને ચુપ કરાવવા માટે કર્યો હતો. શું આઝાદીના ૭૫ વર્ષ બાદ પણ આ જરૂરી છે. તેના પર કેન્દ્ર સરકાર તરફથી એજીઆર વેંકટરંમનીએ પક્ષ રાખ્યો હતો તેમણે કહ્યું હતું કે સરકાર પરિવર્તન પર વિચાર કરી રહી છે આઇપીસીમાં સુધારો સીઆરપીસી મુદ્દો તાકિદે જ સંસદની સમક્ષ હશે શિયાળુ સત્રમાં આ મુદ્દા પર કંઇ થઇ શકે છે.

File-02-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *