નવીદિલ્હી
રાજસ્થાનના સૈન્ય પ્રભાવિત સીકર જિલ્લાના શેખાવતી વિસ્તારનો પુત્ર શિશુપાલ બગડિયા કોંગોમાં હિંસક પ્રદર્શન દરમ્યાન ગોળી વાગતાં શહીદ થયા છે. યુએન શાંતિ મિશન પર આફ્રિકન દેશ કોંગો ગયેલા શિશુપાલ શહીદ થયા ત્યારે ફોન પર તેની પત્ની સાથે વીડિયો કોલ પર વાત કરી રહ્યા હતા. શિશુપાલની શહિદીના સમાચાર મળતાં જ ગામમાં ગમગીની છવાઈ હતી. શહીદના પાર્થિવ દેહને ભારત આવતા બે-ત્રણ દિવસ લાગશે. ગ્રામજનો શહીદના ઘરે પોંહચી પરિવારને સાંત્વના આપી રહ્યા છે.શહીદ શિશુપાલ સીકર જિલ્લાના લક્ષ્મણગઢના બગડિયા ગામના રહેવાસી હતા. તેઓ ૧૯૯૪માં મ્જીહ્લમાં ભરતી થયા હતા. હાલમાં તેઓ હેડ કોન્સ્ટેબલ તરીકે જાેડાયા હતા. થોડા સમય પહેલા તેઓ યુએન શાંતિ મિશન હેઠળ આફ્રિકન દેશ કોંગો ગયા હતા. તેમની પત્ની સરકારી શિક્ષિકા છે. શિશુપાલને એક પુત્ર અને એક પુત્રી છે. તેમનો પરિવાર જયપુરમાં રહે છે. જ્યારે શહીદના માતા-પિતા ગામમાં રહે છે. શહીદના પરિજનોએ જણાવ્યું કે મંગળવારે જ્યારે તે પોતાની પત્ની સાથે વીડિયો કોલ પર વાત કરી રહ્યાં હતા, ત્યારે શિશુપાલને ગોળી વાગી હતી. તે પોતાની પત્નીને મોબાઈલ પર ત્યાં ચાલી રહેલા હિંસક પ્રદર્શનને બતાવી રહ્યાં હતા. આ દરમિયાન ગોળી વાગવાથી શિશુપાલ શહીદ થયા હતા. આ બનાવ દરમ્યાન પતાઈ સાથે વાત ચાલુ હતી, જેથી પરિવારને તે જ સમયે તેમની શહાદત વિશે ખબર પડી. ઘટનાની જાણ થતાં જ ગામલોકો શહીદના ઘરે પહોંચ્યા અને તેમના પરિવારજનોની સંભાળ લીધી. શિશુપાલની શહાદતની જાણ થતાં જ અનેક સ્થાનિક જનપ્રતિનિધિઓ પણ તેમના ઘરે પહોંચ્યા હતા. રાજસ્થાનનો સમગ્ર શેખાવતી વિસ્તાર સૈન્યમાં પ્રભુત્વ ધરાવે છે. અહીંનો ઝુંઝુનુ જિલ્લો દેશમાં સૌથી વધુ સૈનિક આપનાર જિલ્લા તરીકે ઓળખાય છે. તે પછી સીકર અને પછી ચુરુ જિલ્લાનો નંબર આવે છે. ત્રણેય જિલ્લામાં મોટી સંખ્યામાં સૈનિકો અને ભૂતપૂર્વ સૈનિકો છે. અહીંના યુવાનો સેનામાં જાેડાવા માટે સખત મહેનત કરે છે. અહીંના અનેક પુત્રોએ દેશની સેવામાં પોતાનું જીવન અર્પણ કર્યું છે. દરેક ગામમાં શહીદોની પ્રતિમાઓ પણ છે.
