નવીદિલ્હી
રાજસ્થાનના ડુંગરપુરના સાગવાડા સ્થિત જ્ઞાનપુરમાં ખેડૂત તેમજ પાટીદાર સમાજ મહાસંમેલનને સંબોધિત કરતા સીએમ અશોક ગેહલોતે કહ્યું કે પ્રદેશમાં ૯૦ લાખ લોકોને પેન્શન મળી રહ્યું છે. રાજસ્થાન દેશમાં પહેલું રાજ્ય છે. જ્યાં ખેડૂતોના હિતમાં અલગથી કૃષિ બજેટ રજૂ કરી અગાઉના બજેટથી બમણું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં ૮૯ હજાર કરોડ રૂપિયાની જાેગવાઈ કરવામાં આવી છે. રાજસ્થાનના સીએમ વધુમાં કહ્યું કે, રાજ્ય સરકારે લગભગ ૨૨ લાખ ખેડૂતોનું દેવું માફ કર્યું છે. ખેડૂત મિત્ર યોજના લાગુ કરી ખેડૂતોને મોટી રાહત આપી છે અને દૂધ ઉત્પાદકોને સબસિડી આપી પશુપાલકોને ફાયદો કરાવ્યો છે. સીએમ ગેહલોતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તેમજ સરદાર વલ્લભ ભાઈ પટેલને યાદ કરતા કહ્યું કે, તમામ ધર્મોનું સન્માન કરવું આપણું કર્તવ્ય છે. આ પહેલા મુખ્યમંત્રક્ષીએ સાગવાડામાં પાટીદાર સમાજ દ્વારા નિર્મિત હનુમાન મંદિરમાં પૂજા-અર્ચના કરી રાજ્યની ખુશી માટે પ્રાર્થના કરી હતી.ખેડૂતોને રાહત આપતા રાજસ્થાનની સરકારે મોટી જાહેરાત કરી છે. રવિવારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે તેમની સરકાર રાજ્યના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. સીએમ ગેહલોતે કહ્યું રાજ્યમાં ૬ લાખ ખેડૂતોના વીજળી બીલ શૂન્ય થઈ ગયા છે. તેમણે કહ્યું કે જણકલ્યાણકારી યોજનાઓ દ્વારા છેલ્લી વ્યક્તિ સુધી સ્વાસ્થ્ય, ખાદ્ય, શિક્ષણ, સ્વચ્છ પીવાનું પાણી અને સામાજિક સુરક્ષા પહોંચી રહી છે.
