Delhi

રામાયણ ફેમ દીપિકા ચિખલિયા સોશિયલ મિડીયા પર ટ્રોલ થઈ

નવીદિલ્હી
રામાયણ ફેમ અભિનેત્રી દીપિકા ચિખલિયાએ ટિ્‌વટર પર હાથમાં ઝંડો પકડી ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તે સફેદ કપડામાં સલામ કરતા જાેવા મળી રહ્યાં છે. તેમના હાથમાં તિરંગો છે. દીપિકાએ ફોટો શેર કરતા લખ્યું, ‘૭૫માં સ્વતંત્રતા દિવસની બધાને શુભેચ્છા, પરંતુ તેમણે ભૂલથી ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જગ્યાએ પાકિસ્તાની પ્રધાનમંત્રીના ટિ્‌વટર હેન્ડલને ટેગ રી દીધું છે.’ હવે દીપિકાથી ભૂલ થઈ છે એટલે ટ્રોલર્સના નિશાને આવવું વ્યાજબી છે. દીપિકાના ફોટો પર ઘણા લોકોએ મીમ્સ શેર કરવાના શરૂ કરી દીધા છે. એક યૂઝરે આંખ બંધ કરી નિશાન લગાવતા વ્યક્તિનો ફોટો શેર કર્યો અને લખ્યું કે પીએમનું ટિ્‌વટર હેન્ડલ પસંદ કરતા સમયે. બીજાએ લખ્યું- રિલેક્સ કરો મિત્રો, પાકિસ્તાન પણ ભારતનું શહેર છે. એક યૂઝરે રામાયણના લક્ષ્મણનો ફોટો શેર કર્યો છે. તેમાં લક્ષ્મણ કહે છે, હે પ્રભુ મને તો આ કોઈ માયાજાળ લાગે છે. ઘણા યૂઝર્સ તે વાતને લઈને કન્ફ્યૂઝ છે કે આખરે દીપિકા ચિખલિયાએ પાકિસ્તાનના પીએમના ટિ્‌વટર હેન્ડલને ટેગ કેમ કર્યું છે. ઘણા મીમર્સ દીપિકાની આ ભૂલ પર હસી રહ્યાં છે. જુઓ મીમ્સ… દીપિકા ચિખલિયાને રામાનંદ સાગરની સીરિયલ રામાયણથી ઓળખ મળી હતી. આ સીરિયલમાં તેમણે માતા સીતાનો રોલ કર્યો હતો. તો અરૂણ ગોવિલે ભગવાન રામની ભૂમિકા ભજવી હતી.

File-01-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *