Delhi

રાહુલ ગાંધીએ વાજપેયીના સમાધિ સ્થળે જઈને પુષ્પાંજલિ અર્પણ કરી

નવીદિલ્હી
કોંગ્રેસની ભારત જાેડો યાત્રાનું નેતૃત્વ કરી રહેલા રાહુલ ગાંધી હાલ દિલ્હીમાં છે. આ દરમિયાન રાહુલ ગાંધી આજે સોમવારે સવારે સફેદ હાફ ટી-શર્ટમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સમાધિ સ્થળે શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. ટીકાઓની પરવા કર્યા વિના હંમેશા અડીખમ રહેતા રાહુલે અટલ બિહારી વાજપેયીની સમાધિ પર ફૂલ પણ અર્પણ કર્યા હતા. ત્યારે આ અંગે ભાજપ તરફથી પણ વિરોધનો અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. સ્પષ્ટવક્તા વાજપેયી દરેકના પ્રિય નેતા માનવામાં આવતા હતા. રાહુલે જવાહરલાલ નેહરુ, લાલ બહાદુર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના સમાધિ સ્થળે જઈને શ્રદ્ધાંજલિ આપી હતી અને ફૂલ અર્પણ કર્યા હતા. જ્યારે રાહુલ વાજપેયીની સમાધિ પર પહોંચ્યા ત્યારે ભાજપના પ્રવક્તાએ કહ્યું કે, જાે તેઓ ખરેખર વાજપેયીજીનું સન્માન કરતા હોય તો, તેમણે કોંગ્રેસ પાર્ટીના નેતાઓને તેમના બેજવાબદાર નિવેદનો માટે બરતરફ કરવા જાેઈએ. ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કોંગ્રેસના નેતા ગૌરવ પાંધીના એક નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં ગૌરવ પાંધીએ વાજપેયીને ‘બ્રિટિશ જાસૂસ’ કહ્યા હતા. ગૌરવ પાંધી કોંગ્રેસ ચીફ મલ્લિકાર્જુન ખડગેના કો-ઓર્ડિનેટર છે. જેમણે એક ટ્‌વીટમાં જણાવ્યું હતું કે, “અટલ બિહારી વાજપેયીએ અન્ય ઇજીજી સભ્યોની જેમ ૧૯૪૨માં ભારત છોડો આંદોલનનો બહિષ્કાર કર્યો હતો અને આંદોલનમાં ભાગ લેનારાઓ વિરુદ્ધ બ્રિટિશ બાતમીદાર બન્યા હતા” ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએએ ટ્‌વીટમાં કહ્યું કે, ‘આ કોઈ સંયોગ નથી, આ એક પ્રયોગ છે. ગૌરવ પાંધી વાજપેયીનું અપમાન કરે છે અને પવન ખેરા ઝીણા વિશે મંત્રમુગ્ધ છે. રાહુલ ગાંધી સન્માન આપવાનો ઢોંગ કરે છે, પરંતુ ગૌરવ પાંધી કે પવન ખેરા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરતા નથી!” તેમણે એમ પણ કહ્યું, “શબ્દ પાંધી- ખેરા ના, પણ વિચારો રાહુલ ગાંધી ના!” તેમણે કહ્યું કે કોંગ્રેસ ઝીણાને પ્રેમ કરે છે અને તેમણે વાજેયીનું અપમાન કર્યું છે. પૂનાવાલાએ અન્ય એક ટ્‌વીટમાં કહ્યું હતું કે ‘જાે રાહુલ ગાંધી વાજપેયીજી પ્રત્યે આદર દર્શાવવાનો ઢોંગ ના કરતા હોય તો કોંગ્રેસે ગૌરવ પાંધીની ટિપ્પણી બદલ માફી માંગવી જાેઈએ અને તેમને પદ પરથી હટાવી દેવા જાેઈએ, અથવા તો એવું લાગે છે કે રાહુલના ચાવવાના અને બતાવવાના અલગ છે..રાહુલ સન્માનનો ઢોંગ કરે છે, પરિવારના વફાદારો, અપમાન અને દુર્વ્યવહાર કરે છે. ‘તેમણે એમ પણ કહ્યું કે હાથીના દાંત ખાવા માટે અલગ અને બતાવવા માટે અલગ છે. કોંગ્રેસના નેતાઓ વાજપેયીજીનું અપમાન કરે છે પરંતુ રાહુલ ગાંધી તેમની સામે પગલાં કેમ લેતા નથી.કોંગ્રેસ નેતા જયરામ રમેશે સોમવારે એક ટિ્‌વટમાં કહ્યું, ‘આજે સવારે ભારત જાેડો યાત્રાની ભાવનામાં રાહુલ ગાંધી, ગાંધીજી, જવાહરલાલ નેહરુ, લાલ બહાદુર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી, ચરણ સિંહ, રાજીવ ગાંધી, અટલ બિહારી વાજપેયી અને જગજીવન રામની સમાધિ સ્થળે જઈને પર પુષ્પ અર્પણ કર્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *