Delhi

રાહુલ ગાંધીના સંસદીય ક્ષેત્રવાળા વાયનાડ જિલ્લાને નીતિ આયોગની આકાંક્ષી જિલ્લાઓની લિસ્ટમાં મળ્યું પહેલું સ્થાન

નવીદિલ્હી
રાહુલ ગાંધીના સંસદીય ક્ષેત્રવાળા વાયનાડ જિલ્લાને નીતિ આયોગની આકાંક્ષી જિલ્લાઓની લિસ્ટમાં પહેલું સ્થાન મળ્યું છે. મોદી સરકારે હેલ્થ, ન્યૂટ્રિશન, નાણાકીય સમાવેશન અને સ્કિલ ડેવલપમેન્ટની બાબતે પ્રગતિ કરનારા જિલ્લાઓમાં વાયનાડને પહેલા સ્થાને રાખ્યો છે. જિલ્લા કલેક્ટર એ. ગીતાએ નીતિ આયોગના રિપોર્ટમાં પહેલો નંબર આવવાની પુષ્ટિ કરી છે. રાહુલ ગાંધીએ તેના માટે સામૂહિક પ્રયાસોને કારણ ગણાવ્યું છે. તેઓ વર્ષ ૨૦૧૯માં વાયનાડથી ચૂંટાયા હતા, જ્યારે અમેઠીની પોતાની પરંપરાગત સીટ પરથી ચૂંટણી હારી ગયા હતા. તેમણે ટ્‌વીટ કરીને કહ્યું કે, અમારા સામૂહિક પ્રયાસોથી વ્યક્તિ કેન્દ્રિત નીતિઓ આગળ વધી છે અને તેના કારણે છેલ્લા વ્યક્તિ સુધી સુવિધાઓ પહોંચી છે. આ જ કારણે આપણને આ ઉપલબ્ધિ હાંસલ થઇ છે. રાહુલ ગાંધીએ કહ્યું ,કે, મેં જિલ્લા અધિકારી એ. ગીતા સાથે વાત કરી છે. નીતિ આયોગના રિપોર્ટ મુજબ, દેશના કુલ ૧૧૨ જિલ્લાઓને આ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. આકાંક્ષી જિલ્લા યોજનાની શરૂઆત જાન્યુઆરી ૨૦૧૮માં કરવામાં આવી હતી. એ હેઠળ મનાવ વિકાસ સૂચકાંકમાં સુધાર અને નાગરિકોના જીવનની ગુણવત્તા સારી કરવાનું લક્ષ્?ય નક્કી કરવામાં આવ્યું હતું. નીતિ આયોગ તરફથી ઘણા પ્રમાણ પર આ ૧૧૨ જિલ્લાઓની પ્રગતિ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે અને તેમને રેન્કિંગ આપવામાં આવે છે. આ લિસ્ટમાં પસંદ કરવા માટે જે મુખ્ય ૫ પેરામીટર્સને નક્કી કરવામાં આવ્યા છે તેમાં હેલ્થ, ન્યૂટ્રિશન, એજ્યુકેશન, એગ્રીકલ્ચર અને જળ સંશાધન સામેલ છે. રાહુલ ગાંધીના સચિવ આગસ્ટાઇન પલપલ્લીએ કહ્યું કે, રાહુલ ગાંધીએ વાયનાડને આગળ લાવવામાં પૂરો રસ દેખાડ્યો છે. તેઓ દરેક મોરચા પર પ્રગતિની નજીકથી સમીક્ષા કરતા રહ્યા છે. એક સમય હતો, જ્યારે વાયનાડ જિલ્લો કુપોષણ માટે બદનામ હતો, પરંતુ હવે હાલત ઝડપથી સુધરી રહી છે. રાહુલ ગાંધી હાલમાં ‘ભારત જાેડો યાત્રા’ કરી રહ્યા છે અને તેઓ અત્યારે રાજસ્થાનમાં છે. તેમની ભારત જાેડો યાત્રા રવિવારે સાંજે રાજસ્થાનમાં પ્રવેશી ચૂકી હતી. આખી ભારત જાેડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી સૌથી લાંબી સફર રાજસ્થાનમાં કરશે. આગામી ૧૪ દિવસમાં રાહુલ ગાંધી રાજ્યમાં ૪૮૫ કિલોમીટરની પદયાત્રા કરશે. એ હિસાબે એવરેજ એક દિવસમાં ૩૪.૬૪ કિલોમીટર ચાલશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *